Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

બિહારમાં વિધાનસભા ચૂટણીનો ૯ જૂનના અમિત શાહ શંખનાદ કરશેઃ આરજેડીએ થાળી વગાડવાનુ એલાન કર્યુ

પટનાઃ અનલોકની શરૂઆત થતાંજ બિહારમાં ભાજપા ચૂંટણી મુડમા આવી ગયુ છે. હવે બિહાર ભાજપા ચૂંટણીને લઇ હવે શંખનાદ કરવા જઇ રહી છે. આગામી ૯ જૂનના પાર્ટીના ચૂંટણી અભિયાનની શાહ ડિઝિટલ રેલી મારફત તમામ શોસલ મિડીયા પ્લેટફોર્મ પર કાર્યકર્તાઓ અને પોતના સમર્થકોને સંબોધન કરશે અધ્યક્ષ જેપી નડ્ડા રેલીને સંબોધિત કરશે.

 અમિત શાહ બે રેલીઓને સંબોધિત કરશે પહેલી રેલીમા તે ઉતર બિહારથી ફેસબુક દ્વારા લાઇવ રહેશે. જયારે દક્ષિણ બિહારના કાર્યકર્તા વીડીયો કોન્ફ્રેન્સીંગના માધ્યમથી રેલીમાં જોડાશે.

(10:04 pm IST)