Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

ચેન્નાઈમાં કોરોનાનો હાહાકાર: કેસની સંખ્યા 15 હજારને પાર પહોંચી : દેશમાં બીજા નંબરનું સંક્રમિત શહેર બન્યું

મુંબઈમાં સંક્રમિતનો આંક 40 હજાર નજીક: બીજા નંબરે ચેન્નઈમાં 15,766 કેસ

ચેન્નાઇ : દેશમાં તામિલનાડુમાં સંક્રમણનો આંક સતત બીજા દિવસે પણ 1100થી વધારે આવ્યો છે. તામિલનાડુમાં 2 અઠવાડિયા પહેલા 11,760 કેસ હતા. જે આજે બે અઠવાડિયામાં ડબલથી પણ વધી ગયા છે. તામિલનાડુમાં સૌથી વધુ સંક્રમિત ચેન્નઈ છે. જ્યાં પોઝીટીવ કેસનો આંક 15 હજારને પાર થયો છે. દેશમાં સૌથી વધુ સંક્રમિત શહેરોમાં મુંબઈ બાદ બીજા નંબરે ચેન્નઈ આવે છે.

  મુંબઈમાં સંક્રમિતનો આંક 40 હજાર નજીક છે. જ્યારે બીજા નંબરે ચેન્નઈ આવે છે. ચેન્નઈમાં સૌથી વધારે 967 પોઝીટીવ આવતાં આંક 15766 થયો છે. જેમાંથી 8000થીવધારે લોકો સાજા પણ થયા છે. ચેન્નઈમાં 141 લોકોના મોત થયા છે. ચેન્નઈ બાદ ચેગલપટ્ટુમાં પણ કોરોના સંક્રમણના આંક 1220 થયા છે. જ્યારે થિરુવલ્લુરમાં પણ કોરોના સંક્રમણનો આંક 1000 નજીક પહોંચી ગયો છે.

(9:02 pm IST)