Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

પંજાબ સરકારે પણ દારૂ પર કોરોના સેસ લગાવ્યો : દારૂના ભાવમાં 2 થી 50 રૂપિયા સુધીનો થયો વધારો

સેસ ઉત્પાદનના આકાર અને કદના આધારે 2 થી 50 રૂપિયા સુધી હશે

નવી દિલ્હી : કોરોના લોકડાઉન વચ્ચે પંજાબ સરકારે રાજ્યમાં દારૂના વેચાણ પર કોવિડ સેસ લગાવ્યો છે મુખ્યમંત્રી અમરિંદરસિંહે કહ્યું કે અમે 1 જૂનથી દારૂ પર સેસ વધારવાનો નિર્ણય લીધો છે.

તેઓએ કહ્યું કે તે સેસ ઉત્પાદનના આકાર અને કદના આધારે 2 થી 50 રૂપિયા સુધી હશે. તેમાંથી એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ કોવિડ -19 સંબંધિત ખર્ચ માટે કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનિય છે કે પંજાબ સરકાર પહેલાંથી મોટાભાગના રાજ્યોએ દારૂ પર કોરોના સેસ લગાવી દીધો છે. પંજાબ સરકાર કોરોના ચેપથી લોકોને બચાવવા માટે શરાબની હોમ ડિલિવરી પણ કરી રહી છે.

રાજ્યમાં દારૂની દુકાનો સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી માત્ર ચાર કલાક માટે ખુલ્લી રહે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક માણસને ઓછામાં ઓછો બે લિટર દારૂ મળશે.

એટલે કે,કોઈ પણ વ્યક્તિ આનાથી વધું આલ્કોહોલ માંગી શકશે નહીં. લોકડાઉનને અનુસરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગનાં પગલાંને અનુસરવાના ઉદ્દેશથી પંજાબ સરકારે આ નિર્ણય લીધો છે.

(8:06 pm IST)