Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

જમ્મુ કાશ્મીરમાં અથડામણમાં છેલ્લા બે દિવસમાં 13 આતંકવાદીઓ ઠાર

છેલ્લા પાંચેક દિવસથી ઘુસણખોરો વિરુદ્ધ મીની યુદ્ધ છેડતા સુરક્ષાકર્મી : બે જવાન પણ ઘાયલ

( સુરેશ ડુગ્ગર ) શ્રીનગર :જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળોનો મોટી સફળતા મળી છે. છેલ્લા પાંચેક દિવસથી ઘૂસ્ણખોરો વિરુદ્ધ મીની યુદ્ધ જેવા માહોલમાં સરક્ષાદળોએ આતંકીઓ ઠાર માર્યા છે અને મોટા હથિયારો જપ્ત કર્યા છે અહીંયાના કુલગામમના ચૌગામમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ દરમિયાન બારામુલાથી કાઝીગુંડા સુધી રેલવે સેવા બંધ કરવામાં આવી છે. આ સાથે જ છેલ્લા 48 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં જુદાજુદા એન્કાઉન્ટરમાં કુલ 13 આતંકવાદીઓ ઠાર મરાયા છે.

 ચૌગામમાં અથડામણ દરમિયાન 3 આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન ભારતીય લશ્કરના બે જવાન ઘાયલ થયા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારના નાકાબંધી કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર અથડાણ દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિને જોતા બારામુલા અને કાઝીગુંડ વચ્ચેનો રેલવે વ્યવહાર બંધ કરાવામાં આવ્યો છે.

આજે શનિવાર સવારે સુરક્ષાદળોને માહિતી મળી હતી કે ત્યા આતંકીઓ છુપાયા છે. જ્યાર બાદ કાર્યવાહી કરાઇ હતી. જમ્મુ કાશ્મીરમાં હાલ મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. આ પહેલા ગુરુવારે કુપવાડા જિલ્લામાં ત્રણ આતંકવાદી અને રિસાસીમાં બે આતંકવાદીઓ તથા સોપોરમાં પણ બે આતંકવાદીઓને સુરક્ષા દળોએ ઠાર કર્યા હતા. આમ બે દિવસમાં 13 આતંકવાદીના એન્કાઉન્ટર કરાયા છે.   

(7:55 pm IST)