Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

અરબી સમુદ્રમાં તૈયાર થયેલું લો પ્રેશર વાવાઝોડામાં ફેરવાશે

વાવાઝોડું સુરતથી ૯૨૦ કિ.મી દૂર : એનડીઆરએફની અગિયાર ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ કાંઠે મોકલવામાં આવી છે

નવી દિલ્હી, તા. : એક તરફ ગુજરાતમાં કોરાનાનો કહેર સતત વધી રહ્યો છે ત્યાં હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. દક્ષિણ પશ્ચિમ દિશામાં પૂર્વ મધ્ય મરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું હતું જે હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇને ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. આગામી ૧૨ કલાકમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશન પરિવર્તિત થઇને સીવિયર સાઇક્લોનિક સ્ટ્રોમ બનશે. જે બાદ વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં દરિયા કિનારા તરફ ધીમે ધીમે આગળ વધશે. જે આગામી જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચવાની શક્યતા છે.

            હા વાવાઝોડું સુરતનાં દરિયા કિનારાથી ૯૨૦ કિ.મી. દૂર છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. સાથે એનડીઆરએફની ૧૧ ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ કાંઠે મોકલવામાં આવી છે જે સાંજ સુધી પહોંચી જશે. રાજ્યમાં વાવાઝોડાને પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરનાં બંદરો પર નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠાના તમામ સરપંચ તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે.

             સુરત વાવાઝોડાના પગલે એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. માછીમારોને દરિયો ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની હાલની સ્થિતિ પ્રમાણે દક્ષિણ ગુજરાત અને મુંબઇ વચ્ચે જૂનના રોજ અથડાવવાની શક્યતાથી તંત્ર સજાગ થઇ ગયું છે. ચક્રવાતને લઇ સાઉથ ગુજરાતમાં ભારે વરસાદ અને પવન આગામી અને જૂન સુધી રહેવાની આગાહી છે. હવામાન વિભાગના મતે ચક્રવાતની ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાઇ કાંઠા વિસ્તારમાં અસર જોવા મળશે. હાલની સ્થિતિમાં ચક્રવાત લેન્ડ ફોલ થાય એવી કોઇ શક્યતા જણાતી નથી. સુરત શહેરમાં આગામી જૂનના રોજ હળવાથી મધ્યમ અને - જૂન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

(7:48 pm IST)