Gujarati News

Gujarati News

News of Monday, 1st June 2020

હવે દેશ એકલા હાથે લડશે, તમારા સુચનની જરૂર નથીઃ ભારતની WHO ને ચેતવણી

નવી દિલ્હી : કોરોના વાયરસની મહામારી સામે જંગ લડવામાં ભારતે હવે વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) સામે મોરચો માંડી દીધો છે. આ વખતે ભારતે પોતાનાં નવા નિર્દેશ અને શોધથી WHO ને  સંકેત આપી દીધો છે કે કોરોના વાયરસની લડાઈમાં હવે દેશ પોતે એકલા હાથે જ લડત આપશે. દેશનાં હિતમાં જે રિસર્ચ અને સારવાર જરૂરી હશે તે જ કરાશે. આ સાથે જ ભારતનાં વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે તેમને WHOના કોઇ પણ પ્રકારનાં સૂચનની જરૂર નથી.

 તાજેતરમાં જ WHO એ સભ્યો દેશોને એવો નિર્દેશ જારી કર્યો હતો કે કોરોના વાયરસની સારવારમાં હાઇડ્રોકસીકલોરોકવીન ખતરનાક સાબિત થઇ શકે છે. જેથી તેનાં ટ્રાયલ બંધ કરી દેવામાં આવે. ભારતીય વૈજ્ઞાનિકોએ ન તો માત્ર આ દવા પર સંશોધન કર્યું છે પરંતુ દેશનાં ડોકટરોને પણ કહ્યું છે કે કોરોના વાયરસની સારવારમાં આ દવાથી બચાવ થઇ શકે છે. ઇન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ પોતાની તાજેતરની શોધમાં કહ્યું કે, હાઇડ્રોકસીકલોરોકવીનની દવા લેવા પર કોરોના સંક્રમણનાં ખતરામાં ઉણપ જોવાં મળી છે.

 કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં એક અધિકારીએ જણાવ્યું કે હકીકતમાં વધારે પશ્યિમી દેશોનાં વૈજ્ઞાનિક અને દવા કંપનીઓ ભારતની સૌથી સસ્તી દવાઓનાં ઉપચારને લઇને હંમેશાથી નીચે દેખાડવાની જ કોશિશમાં રહે છે. કોરોના વાયરસની સારવાર મલેરિયાથી બચવા માટે વપરાતી દવા હાઇડ્રોકસીકલોરોકવીનથી સંભવ છે. જો કોરોના વાયરસથી બચવા માટે આ સસ્તી દવાનો ઉપયોગ વધી જાય તો પશ્યિમી દેશોની દવા કંપનીઓને કરોડોનું નુકસાન છે. એ જ કારણ છે કે તેમની લોબી WHO પર દબાવ બનાવીને હાઇડ્રોકસીકલોરોકવીનનાં તમામ ટ્રાયલ બંધ કરવા ઇચ્છે છે. જેનો ભારતે વિરોધ કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણને ફેલવામાં WHO પર આરોપ લાગી રહ્યાં છે. ખુદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ WHO ની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યાં છે. આ વાત જગજાહેર પણ રહી છે કે WHOમાં અનેક દવા નિર્માતા કંપનીઓ પણ અલગ-અલગ રીતે દબાવ બનાવવાની કોશિશો કરતી રહી છે. એ જ કારણ છે કે હાલનાં દિવસોમાં WHO ની વધારે સોશિયલ મીડિયા પોસ્ટ પર લોકોનો ગુસ્સો નજર આવવા લાગ્યો છે.

(4:21 pm IST)