Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

આપણા માત્ર 52 સાંસદ પરંતુ ભાજપનો દરેક મોરચે મુકાબલો કરવા સક્ષમ :રાહુલ ગાંધી

સંસદીય બોર્ડની બેઠકમાં રાહુલે કહ્યું દરેક નેતા બંધારણ બચાવવા માટે લડી રહ્યા છે

નવી દિલ્હી :કોંગ્રેસ સંસદીય બોર્ડની બેઠકને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ, 'લોકસભામાં આપણા માત્ર 52 સાંસદ છે પરંતુ હું તમને ગેરેન્ટી આપુ છુ કે આપણા આ 52 સાંસદ ભારતીય જનતા પાર્ટીને દરેક મોરચે મુકાબલો કરશે. આપણે ભાજપને દરરોજ પછાડવા માટે પૂરતા છીએ.

   રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના દરેક સભ્યએ એ યાદ રાખવુ જોઈએ કે તમારામાંથી દરેક નેતા બંધારણ બચાવવા માટે લડી રહ્યા છે, કોઈ ભેદભાવ વિના દેશના દરેક વ્યક્તિ માટે લડી રહ્યા છે. ભાજપના નેતા આપણી સામે લડવા માટે નફરત અને ગુસ્સાનો ઉપયોગ કરે છે અને આવનારા સમયમાં તમને આનો આનંદ મળવાનો છે. આપણે આક્રમક થવુ પડશે. આ સમય આત્મનીરિક્ષણ અને સંપૂર્ણપણે બદલાવનો છે

(6:07 pm IST)