Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

દિલ્હીમાં ધૂળની ડમરી સાથે તોફાની પવન ફુંકાયો ;કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ

વંટોળિયા અને તોફાનને કારણે સંખ્યાબંધ વૃક્ષો ધરાશયી ;મેટ્રો ટ્રેન સેવા પ્રભાવિત

દિલ્હીમાં શુક્રવારનાં સાંજનાં રોજ ધૂળની ડમરી સાથેનો પૂરજોશમાં તોફાની પવન ફૂંકાયો હતો. જે કારણોસર કેટલાંક ઘણાં ખરાં વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાઇ પણ થયાં છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પણ અગાઉથી તોફાનને લઇ અગમચેતી સહિત એલર્ટ આપ્યું હતું. મળતી માહિતી મુજબ ભારે વંટોળિયા અને તોફાનને લઇ મોટા ભાગનાં વૃક્ષો ધરાશાઇ થઇ ગયાં છે શાહદરા-દિલશાહ ગાર્ડનની વચ્ચે મેટ્રો સેવા પણ ભારે પ્રભાવિત થઇ છે.

 ચંદીગઢ અને તેની આસપાસનાં વિસ્તારોમાં પણ ભારે ધૂંધળું વાતાવરણ થઇ જતાં જનતાનાં જનજીવનને પણ ભારે અસર થતી જોવાં મળી છે.ભારે પવનની સાથે સાથે આંધીભર્યા વાતાવરણને લઇને કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેનાં વર્તુળમાં આવનાર મોહાલી અને પંચકુલામાં પણ ભારે વરસાદ થયો.

(12:50 am IST)