Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

‘‘અવેકનિંગ'': બ્રહ્માકુમારી સિસ્‍ટર શિવાની દ્વારા અપાતા વ્‍યાખ્‍યાનોઃ અમેરિકામાં બ્રહ્માકુમારીસની ૪૦ વર્ષની સેવાઓ નિમિતે કરાયેલું આયોજનઃ આવતીકાલ ૨ જુનના રોજ સાન્‍તા કલારા, ૩ જુનના રોજ સાન રાોમન તથા ૪ જુન ૨૦૧૮ના રોજ સાક્રામાન્‍ટો કેલિફોર્નિયા મુકામે લહાવો

કેલિફોર્નિયાઃ અમેરિકામાં બ્રહ્માકુમારીસની ૪૦ વર્ષની સેવાઓની ઉજવણીના ભાગ રૂપે સિસ્‍ટર શિવાનીના આગમન પ્રસંગે ‘‘અવેકનિંગ'' પ્રોગ્રામનું આયોજન કરાયું છે. જે અંતર્ગત સાન્‍તા કલારા કેલિફોર્નિયામાં આવતીકાલ ર જુન ૨૦૧૮ શનિવારના રોજ સાન્‍તા કલારા કન્‍વેન્‍શન સેન્‍ટર ખાતે સવારે ૧૦ વાગ્‍યાથી બપોરે ૧ વાગ્‍યા દરમિયાન આયોજન કરાયું છે.બાદમાં સાન રામોન મુકામે ૩ જુન તથા સાક્રામાન્‍ટો મુકામે ૪ જુનના રોજ અવેકનિંગ કાર્યક્રમ અંતર્ગત પૂ.શિવાની દીદીના વ્‍યાખ્‍યાનનો લહાવો મળશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:18 pm IST)
  • યુપીઃ નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માનો બફાટ : સીતાજીનો જન્‍મ ટેસ્‍ટ ટયુબ બેબી થકી થયો હતો : મહાભારત-રામાયણ કાળમાં લાઇવ ટેલીકાસ્‍ટથી લઇને ટેસ્‍ટ ટયુબ બેબી ટેકનોલોજીનો ઉપયોગ થયો હતો access_time 4:57 pm IST

  • પી. ચિદમ્બરમને સીબીઆઈનું તેડું: ૬ જૂને હાજર રહેવા સમન્સ : INX મીડિયા કેસમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા,પૂર્વ નાણાંમંત્રી અને દેશના ટોચના ધારાશાસ્ત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈએ ૬ જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે access_time 10:21 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST