Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બેનામી સંપત્તિની માહિતી આપશો તો ૧ કરોડનું ઇનામ : ટેક્ષચોરીનું જણાવશો તો મળશે પ૦ લાખ : ઇનામી સ્કીમની જાહેરાત

નવી દિલ્હી, તા. ૧ : બેનામી સંપત્તિ અંગે શિકંજો કસવા માટે  નાણામંત્રાલયે ૧ કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી છે જે હેઠળ જો કોઇ વ્યકિત બેનામી પ્રોહિબિશન યુનિટસમાં જોઇન્ટ કે એડી. કમિશ્નર સમક્ષ કોઇ એવી સંપત્તિ અંગે માહિતી આપશે તો તેને આ ઇનામ મળશે.

નાણા મંત્રાલયના આદેશ અનુસાર આવી સંપત્તિની માહિતી આઇટીના ઇન્વેસ્ટીગેશન ડાયરેકટરોે ને આપવી પડશે આવુ કરવા પર સંબંધિત વ્યકિતને વિભાગ તરફથી ૧ કરોડનું ઇનામ મળશે.

એટલુ જ નહિં સરકારે ઇન્કમટેક્ષ ચોરીના મામલાનો પર્દાફાશ કરવા માટે પણ પ૦ લાખની ઇનામી યોજના જાહેર કરી છે. ૧૯૬૧ના એકટ હેઠળ સરકારે ઇન્કમટેક્ષ રિવોર્ડ સ્કીમ શરૂ કરી છે જે હેઠળ ટેક્ષચોરીની માહિતી વિભાગને આપશે તો ઇનામ મળશે.

(4:55 pm IST)