Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મોટાભાગના રાજ્યોમાં ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા સ્ટેટ ઇવે બિલ ત્રીજી જૂન પહેલા લાગુ કરાશે

નવી દિલ્હી તા. ૧ : પહેલી એપ્રિલ-૨૦૧૮થી દેશભરમાં લાગુ થઈ ચુકેલું ઈવે બિલ હવે દેશના અલગ-અલગ રાજયોમાં એક પછી એક લાગુ કરાઈ રહ્યું છે. તેના અમલીકરણ માટે પંદરમી એપ્રિલની તારીખ નિર્ધારીત કરવામાં આવી હતી. જેથી ત્યાં સુધીમાં રાજય પોતાની સિસ્ટમ તૈયાર કરી શકે.

ધીરે-ધીરે કરીને દેશના મોટાભાગના રાજયો હવે ઈવે બિલને અમલી બનાવી ચુકયા છે. મહત્વપૂર્ણ છે કે પહેલી એપ્રિલે રાજયો વચ્ચે ઈવે બિલને ફરજિયાત બનાવી દેવામાં આવ્યું હતું. આ નિયમના લાગુ થયા બાદ પચાસ હજાર રૂપિયાથી વધુના માલસામાનને એક રાજયથી બીજા રાજયમાં પહોંચાડવા માટે હવે વ્યવસાયિકો અને ટ્રાન્સપોર્ટ્સ માટે ઈવે બિલ જનરેટ કરવા ફરજિયાત છે.

મહત્વપૂર્ણ છે કે ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રા સ્ટેટ ઈવે બિલમાં લોકો મોટાભાગે ગુંચવાતા હોય છે. ઈન્ટર સ્ટેટ ઈવે બિલ એટલે દેશના રાજયો વચ્ચે ઈવે બિલને પહેલી એપ્રિલ-૨૦૧૮થી લાગુ કરવામાં આવ્યું હતું.

હવે તબક્કાવાર ઈન્ટ્રા સ્ટેટ ઈવે બિલ એટલે એક જ રાજયની અંદર શહેરો વચ્ચે માલસામાનના આવાગમનને લઈને લાગુ કરાઈ રહ્યું છે. ઈન્ટર સ્ટેટ અને ઈન્ટ્રા સ્ટેટ ઈવે બિલને ત્રીજી જૂનથી પહેલા સંપૂર્ણપણે લાગુ કરવા જરૂરી છે.

(4:48 pm IST)