Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મોદી સરકાર જીએસટીથી પરેશાન વેપારીઓને ૩૦ હજાર કરોડ રીફંડ આપશે

રીફંડ પખવાડીયાની ખાસ કાર્યવાહી દરમ્યાન રીફંડના બધી જાતના દાવાઓ નિપટાવવામાં આવશેઃ ૩૦ એપ્રિલ ૨૦૧૮ અને તેની પહેલાની રીફંડ અરજીઓનું નિરાકરણ લાવવામાં આવશે

નવી દિલ્હી, તા. ૧ :. જીએસટી રીફંડની રાહ જોઈ રહેલા વેપારીઓ માટે સારા સમાચાર છે. જીએસટીના રીફંડની લાંબા સમયની પ્રક્રિયા માટે સરકારે આજથી ૧૪ જૂન સુધી ખાસ કાર્યવાહી ચલાવવાનું જાહેર કર્યુ છે. નાણા મંત્રાલયે જણાવ્યુ કે, જીએસટી રીફંડ છેલ્લા ઘણા મહિનાથી સરકાર અને કર્મચારીઓ માટે ચિંતાનો વિષય છે. મંત્રાલય પ્રમાણે સરકારે ૩૦,૦૦૦ કરોડથી પણ વધારે રકમ રીફંડ તરીકે મંજુર કરી છે. જેમાં ૧૬૦૦૦ કરોડ આઈજીએસટી અને ૧૪૦૦૦ કરોડ રૂપિયા ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ તરીકે છે. માર્ચમાં સરકારે આ રીતે જ નિકાસ ખાતાના રીફંડની કાર્યવાહી કરી હતી.

નાણા મંત્રાલયે એક બયાનમાં કહ્યું કે આ વખતે નિકાસ પર ચુકવાયેલ આઈજીએસટી, અનયુટીલાઈઝડ ઈન્પુટ ટેક્ષ ક્રેડીટ અને બાકી દરેક પ્રકારના જીએસટી રીફંડ સામેલ છે.

(4:43 pm IST)