Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

જંગ એ બદર દિ 'ને ફિદાયીન હુમલાનો ભય :રમજાનના 17માં રોજાને લોહિયાળ બનાવવા આતંકીઓનો મનસૂબો

સમગ્ર ઘાટીમાં એલર્ટ:તમામ ધાર્મિક સ્થળ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બજારો સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ સતર્કતા

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં આતંકીઓ ફિદાયીન હુમલાની ફિરાકમાં છે આતંકીઓએ હુમલા માટે જંગ એ બદરનો દિવસ પસંદ કર્યો છે આતંકીઓના મનસૂબા એવા છે કે તે દિવસે વધુમાં વધુ લોકોના જીવ લઈને પોતાના નાપાક ઈરાદાઓને આગળ વધારવામાં આવે. આ નાપાક મંસૂબાઓને અમલમાં મૂકવા માટે આતંકીઓ ફિદાયીન કે પછી ડિટ એન્ડ રન જેવા હુમલાને અંજામ આપી શકે છે

 આતંકીઓ પોતાના નાપાક મનસૂબાઓને અંજામ આપે તે પહેલા તો જમ્મુ કાશ્મીરમાં તહેનાત સુરક્ષા દળોને તેમના ઈરાદાઓની જાણ થઈ ગઈ. સુરક્ષા એજન્સીઓએ આતંકીઓના આ મનસૂબાઓને નિષ્ફળ બનાવવા માટે સમગ્ર ઘાટીમાં એલર્ટ જાહેર કરી છે. એલર્ટમાં તમામ ધાર્મિક સ્થળ, એરપોર્ટ, રેલવે સ્ટેશન, બજારો સહિત ભીડભાડવાળા વિસ્તારોમાં ખાસ સતર્કતા રાખવાનું જણાવાયું છે.

  જમ્મુ અને કાશ્મીરમાં તહેનાત એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યાં મુજબ 2 જૂનના રોજ રમજાનનું 17મું રોજુ છે. આ દિવસને જંગ એ બદર તરીકે પણ ઓળખવામાં આવે છે. મુસ્લિમ સમુદાયમાં જંગ એ બદરને ત્રણ દિવસ સુધી મનાવવામાં આવે છે. જેમાં પહેલા બે દિવસોમાં તમામ જુલુસ કાઢવામાં આવે છે. સાંજે અમાલ એટલે કે પ્રાર્થનાનું આયોજન થાય છે.

  ત્રીજા દિવસે સમુદાયના મોટા ભાગના લોકો રાત મસ્જિદમાં પસાર કરે છે. એવી માન્યતા છે કે જંગ એ બદરની ત્રીજી રાતે મસ્જિદમાં નમાજ પઢવાથી સમગ્ર વર્ષની નમાજ પૂરી થાય છે. આથી 4 જૂનની રાતે જમ્મુ કાશ્મીરની તમામ મસ્જિદોમાં ભારે સંખ્યામાં લોકોની હાજરી હશે. આતંકીઓનો એવો મનસૂબો છે કે આવા ભીડભાડવાળા વિસ્તારોમાં આતંકી વારદાતને અંજામ આપવામાં આવે, જેનાથી જમ્મુ અને કાશ્મીરમાં મોટી સંખ્યામાં લોકોની હત્યા કરાય. આતંકીઓના આ મનસૂબાને સમજ્યા બાદ સુરક્ષાદળોએ રાજ્યમાં વ્યાપક સ્તરે સુરક્ષા ઘેરો તૈયાર કરી લીધો છે.

  સુરક્ષાદળો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં મુજબ આતંકીઓ પોતાના નાપાક મનસૂબાને પાર પાડવા માટે જંગ એ બદર સંબંધિત ઈતિહાસના પન્નાઓી મદદથી લોકોને ભડકાવવાની કોશિશ કરી રહ્યાં છે. લોકોને ભડકાવવા માટે સોશિયલ મીડિયા દ્વારા એક સંદેશો ફેલાવવામાં આવી રહ્યો છે કે રમજાનના 17માં રોજાના દિવસે અસત્ય પર સત્યની જીત થઈ હતી. આ એ જ દિવસ છે જ્યારે 313 યોદ્ધાઓએ પોતાના રસૂલ હુજૂરના નેતૃત્વમાં 1000થી વધુ દુશ્મનોને હરાવ્યાં હતાં. પોતાના ઝંડા બુલંદ કરવા માટે તેઓ 313 યોદ્ધાઓ પાસેથી પ્રેરણા લે

  વરિષ્ઠ સુરક્ષા અધિકારીના જણાવ્યાં મુજબ આ પ્રકારના સંદેશાઓ જારી કરીને આતંકીઓ કાશ્મીરના ગુમરાહ યુવાઓને વધુમાં વધુ હત્યા કરવા માટે કહી રહ્યાં છે. જેને લઈને સુરક્ષાદળોએ ઈન્ટેલિજન્સ સાથે જોડાયેલા તમામ લોકોને ઘાટીમાં સક્રિય કરી નાખ્યા છે. સ્થાનિક ખબરીઓ પાસેથી એવા લોકોની જાણકારી કાઢી શકાય છે જે આગામી ત્રણ દિવસમાં દહેશત ફેલાવવાની તૈયારીઓ કરી રહ્યાં છે.

સુરક્ષાદળો સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યાં મુજબ જંગ એ બદર પર આતંકી સુરક્ષાદળોના પરિસરોમાં પણ મોટી આતંકી વારદાતને અંજામ આપવાની ફિરાકમાં છે. આતંકીઓના નિશાના પર ઘાટીના વિભિન્ન ભીડભાડવાળા વિસ્તારોની વચ્ચોવચ આવેલા સુરક્ષા પરિસરો છે. આ પરિસરો પર આતંકી હિટ એન્ડ રન હુમલો કરી શકે છે. જેમાં વિસ્ફોટક ભરેલા કોઈ વાહનને સુરક્ષા પરિસરમાં ઘૂસાડીને મોટો વિસ્ફોટ કરવાનો હોય છે. જેનાથી તમામ સુરક્ષાચક્રોને એક જ વારમાં ધ્વસ્ત કરી શકાય. સુરક્ષા ચક્ર ધ્વસ્ત થતા જ ફિદાયીન આતંકીઓની બીજી ટુકડી પરિસરમાં હાજર સુરક્ષાદળો પર ફાયરિંગ કરી શકે છે. સુરક્ષાદળોના વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ આતંકીઓના મનસુબાને ધ્યાનમાં રાખીને ઘાટીમાં સુરક્ષાના તમામ ઉપાયો હાથ ધરવામાં આવ્યાં છે.

(1:55 pm IST)
  • રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત :સિહોરની જીઆઇડીસી ન,1 નજીક ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને અડફેટે લીધું :બે ના મોતની આશંકા :લોકોના તોલા એકત્ર થયા ;અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 12:09 am IST

  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST