Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

રણનીતિ :અમેરિકા પ્રશાંત કમાન્ડનું નામ બદલી અમેરિકા હિન્દ પ્રશાંત કમાન્ડ કરીને ખંધા ચીનને આપી દીધો સંકેત

ટ્રમ્પ પ્રશાસને એશિયા પ્રશાંતનું નામ બદલીને ભારત-પ્રશાંત કરી નાખ્યું

અમેરિકાએ પ્રશાંત કમાન્ડનું નામ બદલીને અમેરિકા હિન્દ પ્રશાંત કમાન્ડ કરી નાખતા ખંધા ચીનને સંકેત આપીને રણનીતિક દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરીને ભારતની વધી શાન વધવા ઉપરાંત ખંધા ચીન પર દબાણ રહેશે તેમ મનાય રહયું છે તેમજ આ પગલું અમેરિકી રણનીતિક દ્રષ્ટિકોણમાં હિંદ મહાસાગરના વધતા મહત્વને પણ દર્શાવે છે.

   હિંદ અને પ્રશાંત મહાસાગરો વચ્ચે વધતા સંપર્કને જોતા અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને અમેરિકા પ્રશાંત કમાન્ડનું નામ બદલીને અમેરિકા હિંદ પ્રશાંત કમાન્ડ કરી નાખ્યું છે. આ પગલું અમેરિકી રણનીતિક દ્રષ્ટિકોણમાં હિંદ મહાસાગરના વધતા મહત્વને પણ દર્શાવે છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદ રચાયેલા અમેરિકી પ્રશાંત કમાન્ડ એટલે કે પીએસીઓએમને હવેથી હિંદ પ્રશાંત કમાન્ડના નામે ઓળખવામાં આવશે. સત્તામાં આવ્યાં બાદ તરત ટ્રમ્પ પ્રશાસને એશિયા પ્રશાંતનું નામ બદલીને ભારત-પ્રશાંત કરી નાખ્યું હતું અને વિસ્તારમાં ભારતને એક વિશિષ્ટ દરજ્જો આપ્યો હતો.

  અમેરિકાના રક્ષામંત્રી જિમ મેટિસે જોઈન્ટ બેસ પર્લ હાર્બરમાં ચેન્જ ઓફ ગાર્ડ સેરેમની દરમિયાન આ હેતુની જાહેરાત કરી. કાર્યક્રમ દરમિયાન એડમિરલ ફિલ ડેવિડસને અમેરિકા હિંદ-પ્રશાંત કમાન્ડ કે હિંદ પીએસીઓએમના કમાન્ડર તરીકે હેરી હેરિસનું સ્થાન લીધું.

  આ અગાઉ અમેરિકાના રક્ષા મંત્રી જેમ્સ મેટિસે કહ્યું હતું કે પ્રશાંત દેશોની સાથે સહયોગ કરવા માટે અમેરિકા વધુ પ્રયત્નો કરી રહ્યું છે. અમેરિકાએ દુનિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સમુદ્રી યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવા માટે ચીનને જે આમંત્રણ આપ્યું હતું કે પણ પાછું ખેંચી લીધુ. ત્યારબાદ મેટિસે આ ટિપ્પણી કરી છે. સ્વતંત્ર અને ખુલ્લા હિંદ-પ્રશાંત ક્ષેત્ર માટે અમેરિકાની પ્રતિબદ્ધતા જતાવતા પેન્ટાગને હાલમાં જ કહ્યું હતું કે દક્ષિણ ચીન સાગરમાં વિવાદસ્પદ દ્વીપોનું ચીન દ્વારા સતત સૈન્યીકરણ કરવાથી માત્ર તણાવ વધે છે અને ક્ષેત્રમાં અસ્થિરતા પેદા થાય છે.

   હવાઈમાં અમેરિકી પ્રશાંત કમાન્ડના મુખ્યાલયના રસ્તામાં મેટિસે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે અમે પ્રશાંત દેશો સાથે પરિપારીથી હટીને સહયોગ કરી રહ્યાં છે. દુનિયામાં કામ કરવાનો અમારી આ જ રીત છે. તેમણે ચીનને આપેલા નિમંત્રણને પાછુ ખેંચવાના પેન્ટાગનના ફેસલા પરના એક સવાલના જવાબમાં કહ્યું કે જો અમને એવું લાગે કે આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ થઈ રહ્યો છે, કોઈ મુદ્દે આંતરરાષ્ટ્રીય ન્યાયાધિકરણોના આદેશનો ભંગ થઈ રહ્યો છે તો અમે તેનો વિરોધ કરીશું. આ જ ક્રમમાં અમે પ્રશાંત ક્ષેત્રમાં ખુબ જ પાર્દર્શક સૈન્ય ગતિવિધિ કરી રહ્યાં છીએ

(1:45 pm IST)