Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

ONGCમાં 312 કરોડનો કોન્ટ્રકટ આપવામાં 80 કરોડનો ગોટાળો: CBIએ કર્યો 13 વરિષ્ઠ અધિકારી સામે કેસ દાખલ

રાજમુંદરી પ્લાન્ટ માટે ગેસ ડિહાઇડરેશન એકમોના સપ્લાઇ માટે કોંટ્રાક્ટ આપવામાં કૌભાન્ડ

નવી દિલ્હી:ઓએનજીસીમાં 312 કરોડના કોન્ટ્રાકટ આપવામાં 80 કરોડના ગોટાળાના આરોપસર કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી)ના 13 વરિષ્થ અધિકારીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.આ કેસ એક ખાનગી કંપનીને કોંટ્રાક્ટ આપવાના મામલે કથિત રીતે અનિયમિતતા દાખવવા બદલ કરવામાં આવ્યો છે.  

  અધિકારીઓ પર ઓએનજીસીની આંધ્ર-પ્રદેશ સ્થિત રાજમુંદરી પ્લાન્ટ માટે ગેસ ડિહાઇડરેશન એકમોના સપ્લાઇ માટે એક ખાનગી કંપનીને કોંટ્રાક્ટ આપવામાં ગરબડી કરવાનો આરોપ લગાવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગરબડીના લીધે કંપનીને લગભગ 80 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

  આ સમગ્ર મામલાની જાણકારી આપતાં સીબીઆઇએ કહ્યું કે અધિકારીઓ પર દીપ ઇંડસ્ટ્રીઝ લિમિટેડને 312 કરોડ રૂપિયાનો કોંટ્રાક્ટ આપવામાં પદનો દુરઉપયોગ કરવાનો આરોપ છે. તેમણે જણાવ્યું કે આ કોંટ્રાક્ટના લીધે ઓએનજીસીને 80 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

  અધિકારીઓ પર ઓએનજીસીની આંધ્ર પ્રદેશ સ્થિત રાજમુંદરી પ્લાન્ટ માટે ગેસ ડિહાઇડરેશન એકમોના સપ્લાઇ માટે એક ખાનગી કંપનીને કોંટ્રાક્ટ આપવામાં ગરબડીનો આરોપ છે. 80 કરોડ રૂપિયાના ગોટાળાના આરોપમાં નોંધવામાં આવેલી પ્રાથમિકી પૂર્વ કાર્યકારી નિર્દેશક ડીજી સાનયાલ, નિર્દેશક (તટીય) અશોક વર્મા અને પૂર્વ ડીજીએમ (ઉત્પાદન) અરૂણ રતન દાસ સહીત અન્યના નામ સામેલ છે. 

(1:34 pm IST)
  • સુરત બિટકોઈન કૌભાંડ મામલો : જીજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગોસ્વામી, મનોજ ક્યાડાને કોર્ટમાં રજૂ કરાયા : ત્રણેય આરોપીઓની ગઈકાલે થઇ હતી ધરપકડ : 155 કરોડના બિટકોઈન લૂંટમાં હતાં સામેલ : શૈલેષ ભટ્ટના કહેવાથી થઇ હતી અપહરણ-લૂંટ : જીજ્ઞેશ પાસેથી 25 કરોડના બિટકોઇન-9 કિલો સોનુ જપ્ત access_time 2:55 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST