Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

વિપક્ષોના વહેણ સામે મોદીના નામે સહાનુભૂતિનું મોજુ સર્જવાની ભાજપની ચાલ

મોદી નિઃસ્વાર્થ ભાવે દેશની સેવા કરે છે અને વિપક્ષો પોતાના સ્વાર્થ માટે તેની સામે પડયા છે તેવા પ્રચાર પર જોર લગાવાશે

રાજકોટ તા. ૧ :.. દેશમાં ભાજપ અને વડાપ્રધાન શ્રી મોદીને રાજકીય રીતે પરાસ્ત કરવા વિરોધ પક્ષો એક થઇ રહ્યા છે. કર્ણાટકમાં ભાજપ સામે કોંગ્રેસ અને જે. ડી. એસ. એ. હાથ મિલાવતા સરકાર રચવામાં સફળતા મળી છે. ગઇકાલે યુપી સહિતના રાજયોમાં ધારાસભા અને લોકસભાની પેટાચુંટણીમાં વિપક્ષો સામે ભાજપને જોરદાર લપડાક લાગતા લોકસભાની ચૂંટણી પૂર્વે વિપક્ષી ગઠબંધનની પ્રક્રિયાને વેગ મળ્યો છે.  ભાજપ અને મોદીના રાજકીય તાપ સામે અસ્તિત્વ ટકાવવા વિપક્ષો એકબીજાની નજીક આવી રહ્યા છે. વિપક્ષી ગઠબંધન કેવુ થાય છે અને કેવુ ટકે છે ? તે ભવિષ્યની બાબત છે પરંતુ અત્યારે ભાજપ માટે આ મુદ્ે પડકારરૂપ બની ગયો છે.

વિપક્ષોના ભાજપ વિરોધી સહીયારા વહેણ સામે ભાજપ મોદીના  નામે સહાનુભૂતિનું મોજુ સર્જવાના પ્રયાસમાં દેખાય છે. વિપક્ષો સત્તાના સ્વાર્થ માટે ભેગા થયા છે. અને મોદી તથા ભાજપ નિઃસ્વાર્થ ભાવે દેશ માટે કામ કરે છે. તેવા પ્રચાર પર ભાર મૂકાવાના નિર્દેષ મળી રહ્યા છે.

મજબુત ગઠબંધન ભાજપ માટે કપરી પરિસ્થિતિ સર્જી શકે તે બાબત સામે આવી ગઇ છે. વિપક્ષોના  મતોનું વિભાજન થાય તો  જ ભાજપને ફાયદો થઇ શકે. વિપક્ષી ગઠબંધનને જ ટાર્ગેટ કરવાનો ભાજપનો ઇરાદો છે. ભાજપે તે બાબતનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. મોદીએ પ્રજાલક્ષી કઠોર પગલા લીધા તેથી વિપક્ષોને તેમાંથી પોતાની અસલામતિ દેખાય છે. તેવી વાત ભાજપે શરૂ કરી દીધા છે. 'હું દેશ માટે કામ કરૂ છુ અને બધા વિપક્ષો મારી સામે પડયા છે' તેવા મતલબની વાત શરૂ કરી સહાનુભૂતિ સર્જવાનો પ્રયાસ થવાનો વર્તારો છે. વિકાસની વાતો ચાલતી રહેશે પણ અન્ય રાજકીય મુદા ગૌણ ગણી ભાજપ મુખ્યત્વે વિપક્ષી ગઠબંધનને તોડવા અને વગોવવા માંગે છે.

ભાજપ જો વિપક્ષી એકતા સામે સ્વાર્થના આરોપ લગાવેતો વિપક્ષોએ પણ ભાજપે જુદા જુદા રાજયોમાં કરેલા ગઠબંધન બાબતે સવાલ ઉઠાવવા માંગે છે.  મોંઘવારી, કાળુ નાણુ, બેરોજગારી, અચ્છે દિનના વાયદા વગેરે મુદ્ે વિપક્ષો મોદી સરકાર પર તૂટી પડવાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. વિપક્ષો અને શાસકોની યોજના તથા પ્રચારની મતદારો પર કેવી અસર પડે છે તેતો સમય જ બતાવશે.

(1:18 pm IST)
  • અમેરિકાની ચેતવણી છતાં રશિયા પાસેથી હથિયારો ખરીદશે ભારત ;રક્ષા મંત્રલાય રશિયા પાસેથી 40,000 કરોડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400ની પાંચ યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી સમક્ષ મુકશે access_time 1:18 am IST

  • વિશ્વમાં શાંતિ જાળવી રાખવા ભારતીય સૈનિકોએ સૌથી વધુ બલિદાન આપ્યું :યુનાઇટેડ નેશનના મહાસચિવ એન્ટોનિયા ગુટેરેસે 70માં સ્થાપના દિવસે કહ્યું કે શહીદી વહોરવામાં સૌથી વધુ જવાનો ભારતના છે.: છેલ્લાં 70 વર્ષમાં વિશ્વમાં થયેલા પીસકિપિંગ મિશનમાં ડ્યૂટી દરમિયાન સૌથી વધારે શાંતિદૂત ભારતના જ શહીદ થયા છે. 163 ભારતીયોએ માત્ર માનવતાને ખાતર બલિદાન આપ્યું access_time 1:26 am IST

  • પાકિસ્તાન છેલ્લા 70 વર્ષના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારે બીજીવાર પોતાનો કાર્યકાળ પૂરો કર્યો : મોટાભાગે દેશની સેનાએ જ શાસન કર્યું હતું :પાકિસ્તાનની પીએમએલ (એન )સરકારે પાંચ વર્ષ પુરા કર્યા :સંસદીય મામલાના મંત્રાલયે 31મી મેના મધ્યરાત્રીએ 14મી નેશનલ એસેમ્બલી ભંગ થયાની જાહેરાત કરી છે: હવે 25મી જુલાઈએ સામાન્ય ચૂંટણી સુધી દેશનું કાર્યવાહક વ્યવસ્થા સંચાલન કરશે access_time 12:55 am IST