Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બેંકોનું એનપીએ અમથું નથી વધ્‍યું: મનમોહન સરકાર વખતે છુટાહાથે લ્‍હાણીઃ હવે મોદી‘‘ડિફોલ્‍ટરો'' પાસેથી વસુલી રહયા છે પાઇ-પાઇ

સોનિયા-રાહુલના મળતિયાઓ ખાઇ ગયા'તાં પ્રજાના પૈસા

નવી દિલ્‍હી તા.૧: બેંકોનું એનપીએ ૬ થી ૮ લાખ કરોડ હોવાનો અંદાજ છે. ભુતકાળમાં મનમોહન સરકાર વખતે બંને હાથે પ્રજાના પૈસાની લુંટ થઇ હોવાનું કહેવાય છે. મોટા રાજકારણીઓ-ઉદ્યોગપતિઓએ તગડી લોનો લઇ ભરપાઇ કરી નહોતી હવે મોદી સરકારે આવા ડિફોલ્‍ટરો પાસેથી પાઇ-પાઇ વસુલવાનું શરૂ કર્યુ છે. કંપની ઓ હવે કઇ રીતે બેંકોને નાણા ચુકવવા કમર કસી રહી છે. તેની ઝલક અત્રે પ્રસ્‍તુત છે.

*ભુષણ સ્‍ટીલે પોતાનો હિસ્‍સો ટાટા સ્‍ટીલને વેચી દીધો છે. દેશના કુલ એનપીએ માં સોૈથી મોટો ભાગ ભૂષણ સ્‍ટીલના નામે છે.

* જીંદાલ સ્‍ટીલે પોતાના રેલ વ્‍યાપારનો ૪૯% હિસ્‍સો વેચવાનો વારો આવ્‍યો છે. અને પોતાનો ૩૫૦૦ મેગાવોટનો પાવર પ્‍લાન્‍ટ પણ વેચવા કાઢયો છે.

*એસ્‍સાર ની હાલત પણ આવી જ છે. કેમકે પ્રજાના પૈસા કોઇ પણ રીતે પાછા આપવાના છે. એટલે તે પણ પોતાના સ્‍ટીલ કારોબારનો મોટો ભાગ વેચવા માટે મજબુર છે અને પોતાના તેલ વેપારની ૪૯% ભાગીદારી વેચવાનું છે.

*જીવીકેના પણ ખરાબ દિવસો ચાલે છે. બેંકોને પૈસા પાછા આપવા બેંગ્‍લોર અને મુંબઇ એરપોર્ટમાં પોતાની ભાગીદારના ૩૩% વેચી રહયું છે. અને રોડ સાથે જોડાયેલ પોતાની સંપતિને વેચવા કાઢી છે.

*ડીએલએફની તો હાલત જ પુછવા જેવી નથી, દિલ્‍હીનો ભવ્‍ય સાકેત મોલ વેચવાનો વારો આવ્‍યો છે અને પોતાની જમીન અને ભાડાકીય સંપતિના ૪૦% વેચવા માટે મુકી છે.

*જીએમઆર એ હાઇવે પ્રોજેકટ, દક્ષિણ આફ્રિકાની કોલસાની ખાણો, ઇસ્‍તંબુલ એરપોર્ટ, સીંગાપુર પાવર પ્રોજેકટના ૭૦% અને ઇન્‍ડોનેશીયાની ૨ કોલસાની ખાણો વેચવા મુકી છે.

* જેપી ગ્રુપ અલ્‍ટ્રાટેક, યુમના એકપ્રેસ વે અને જેએસ ડબલ્‍યુમાં પોતાની ભાગીદારી વેચી રહયું છે.

* ટાટા પણ બાકાત નથી તેને પણ યુકેમાં કોરસ સ્‍ટીલ પ્‍લોટ વેચવાનો વારો આવ્‍યો છે. ધમરા પોર્ટ, અને દક્ષિણ આફ્રિકામાં નીયોટીલ તો ઠીક મુંબઇમાં જમીન પણ વેચવી પડી છે.

*એલએએનસીઓ આંધ્ર અને ઉડ્ડપી માં પોતાના પાવર પ્‍લાન્‍ટ વેચ રહયું છે.

* આલોક ઇન્‍ડસ્‍ટ્રીઝના એનપીએ ને રીસ્‍ટ્રકચર કરવાની તૈયારી થઇ રહી છે. અને સકંજો કસવામાં આવી રહયો છે.

* વિડીયોકોન ૬ ટેલીકોમ સ્‍પેકટ્રમ વેચવા માટે મજબુર છે. અને મોઝામ્‍બીકમાં તેલ સંપતિ વેચી રહયું છે.

*રેનુકા સુગર બ્રાઝીલ પાવર, ખાંડ અને બાયોફયુલનો ધંધો સમેટવા માંડયું છે.

* સહારા ગ્રુપની ૮૬ સંપતિઓ વેચાઇ રહી છે. ફોર્મુલા વનના ૪૨% મુંબઇમાં સહારા હોટલ, લંડનની હોટેલો, ન્‍યુયોર્કની પ્‍લાઝા હોટેલ, ધ ડ્રીમ ન્‍યુયોર્ક હોટલ અને ૪ વિમાન વેચવા કઢાયા છે.

* બિચારા વિજય માલ્‍યાના ખરાબ દિવસો જ આવી ગયા છે. કિંગફિશર ની બધી જ મિલ્‍કતો વેચાઇ રહી છે.

* રિલાયન્‍સ ઇન્‍ફ્રા સ્‍ટ્રકચર ની હાલત પુછવા જેવી નથી, મુંબઇમાં વિજળી કંપનીના ઉત્‍પાદન અને વિતરણની ૪૯% ભાગીદારી વેચવી પડશે.

*બિરલા સિમેન્‍ટ પોતાનો સિમેન્‍ટનો ધંધો અને રોડની બધી યોજનાઓ વેચી રહયું છે.

*એનડી ટીવીએ ઇન્‍કમ ટેક્ષની નોટીસ આવી ગઇ છે.

*ગીતાંજલી ગ્રુપની મિલ્‍કત જપ્ત કરવાનું ઇડીએ શરૂ કરી દીધું છે. નીરવ મોદી અને મેહુલ ચોકસીની મિલકતો જપ્ત થઇ રહી છે.

*ઇન્‍સોલ્‍વન્‍સી અને બેંકરપ્‍સી બીલ પાસ થતા લગભગ ૨૧૦૦ બીજી કંપનીઓએ ૮૩૦૦૦ કરોડનું બેક ત્રુણ ઉતારી દીધુ છે.

જરા વિચારો કે તમે કયારેય કલ્‍પના કરી હતી કે દેશની મોટી મોટી કંપનીઓ પોતાની મિલ્‍કતો વેચીને બેંકોનું દેવું ચુકવશે.

હાલમાં જ એવું સામે આવ્‍યું કે ૯ લાખ કરોડના એનપીએ માંથી જ ૪ લાખ કરોડ સેટલમેન્‍ટ માંજ પાછા આવી ગયા છે. એન્‍ફોર્સમેન્‍ટ ડાયરેકટોરેટ ધડાધડ કાર્યવાહી કરીને તાત્‍કાલીક દરોડાઓ પાડી રહયા છે. સ્‍પષ્‍ટ છેકે સંકેજો કસાઇ રહયો છે. દાયકાઓનો કચરો ભેગો થયો છે, સ્‍વચ્‍છતા મીશન ચાલુ છે એટલે દર્દ તો થવાનું સ્‍વાભાવિક છે.

(12:21 pm IST)
  • પુણેમાં શરદ પવાર અને નીતિન ગડકરીની ગુપ્ત મીટિંગથી રાજકારણમાં ગરમાવો :પુણેની ફાઈવ સ્ટાર હોટલમાં કેન્દ્રીય મંત્રી ગડકરીએ પત્રકારોને સંબોધિત કરી સરકારની ચાર વર્ષની સિદ્ધિઓ વર્ણવ્યા બાદ બંને દિગ્ગ્જ નેતાઓની હોટલમાં મુલાકાત થઇ :બંનેની પાર્ટીના કોઈપણ નેતાને આ વાતની જાણકારી નથી access_time 1:25 am IST

  • પી. ચિદમ્બરમને સીબીઆઈનું તેડું: ૬ જૂને હાજર રહેવા સમન્સ : INX મીડિયા કેસમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતા,પૂર્વ નાણાંમંત્રી અને દેશના ટોચના ધારાશાસ્ત્રી પી. ચિદમ્બરમને સીબીઆઈએ ૬ જૂને પૂછપરછ માટે બોલાવ્યા છે access_time 10:21 pm IST

  • દેશમાં ફોરેન્સિક પ્રયોગશાળાના અભાવે દરવર્ષે 13,000 બળાત્કારના કેસની તપાસ થઇ શકતી નથી : મહિલા અને બાલ કલ્યાણમંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે અપરાધની તપાસમાં સૌથી નબળું પાસું ફોરેન્સિક છે અને દેશની મુખ્ય ફોરેન્સિક પ્રયોગશાળામાં વર્ષે 160થી ઓછા મામલાની તપાસ થાય છે access_time 1:18 am IST