Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

GST : ખરીદદાર-વેચાણકર્તાએ હવે અલગથી રિટર્ન ફોર્મ નહીં ભરવું પડે : ઇનવોઇસ જનરેટ થશે

તમામ વિગતો મન્‍થલી રીટર્નમાં જોવા મળશે રિફંડ માટે ખાસ અભિયાન : કેન્‍દ્ર સરકારે રિફંડ માટે ૩૦ હજાર કરોડથી વધુના રિફંડ ચૂકવવા મંજૂરી આપી દીધી

રાજકોટ, તા. ૧ : જીએસટીએન વેબ પોર્ટલ પર ઇ વે બિલની જેમ જ ઓન લાઇન ઇનવોઇસ બનાવીને જનરેટ કરી શકાશે. નવી સિસ્‍ટમ્‍સ પ્રમાણે ખરીદદાર અને વેચાણકર્તા વેપારીઓએ ઇનવોઇસ એટલે કે પ્રાથમિક બિલ જીએસટીના વેબપોર્ટલ ઉપર બનાવવાનું રહેશે. આ સિસ્‍ટમ્‍સથી વેપારીને જીએસટી રિટર્ન ફોર્મ અલગથી ભરવું નહીં પડે. એક જ વખત વેપારી ઇનવોઇસ બનાવશે કે પોર્ટલ પર જનરેટ કરશે તેની સાથે જ તેની તમામ વિગતો મન્‍થલી રીટર્નમાં ડિસ્‍પ્‍લે થઇ જશે.

હાલમાં જીએસટીઆર ૧બીમાં તમામ બિલ ઇનવોઇસ બનાવ્‍યા હોય તે પ્રમાણેના ડેટા ફીડ કરીને રિટર્ન ફાઇલ કરાય છે. ઇલેકટ્રોનિક ઇનવોઇસ સિસ્‍ટમ્‍સ શરૂ થાય બાદ વેપારીઓને વ્‍યકિતગત એકાઉન્‍ટ સિસ્‍ટમ્‍સ મેન્‍ટેન કરવાની જરૂરીયાત રહેશે નહીં.

દરમિયાન કરોડો રૂપિયાના રિફંડ ચૂકવણી બાકી રહ્યા હતાં જેને લઇને વેપારીઓએ દિલ્‍હી સુધી રજૂઆત કરી હતી, જેને પગલે કેન્‍દ્રે જીએસટી રિફંડ માટે રૂા. ૩૦ હજાર કરોડથી વધુની રકમને મંજૂરી આપી દીધી છે.

આઇજીએસટીના રૂા. ૧૬ હજાર કરોડ અને આઇટીસી ઇનપુટ ટેકસ ક્રેડીટના રૂા. ૧૪ હજાર કરોડ સામેલ છે. ઇન ટેકસ ક્રેડીટના આંકડામાં કેન્‍દ્ર અને રાજય સરકાર દ્વારા આપેલી મંજૂરી સામેલ છે.

જીએસટી કાઉન્‍સીલ દ્વારા વેપારીઓના રિફંડ પરત આપવા માટે આગામી તા. ૧૪ જૂન ર૦૧૮ સુધી સ્‍પેશિયલ અભિયાન શરૂ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન સરકાર પેન્‍ડીંગ રિફંડના દાવાઓ પર ફોકસ કરશે.

સરકારના પરિપત્રમાં ઇનપુટ ટેકસ ક્રેડીટ, સ્‍પેશિયલ ઇકોનોમી ઝોનના રિફંડ ઓર્ડર કલેઇમ સંબંધિત વિવાદિત મુદે વધુ સ્‍પષ્‍ટીકરણ કરાયું છે.

(10:58 am IST)