Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સિમલા નજીક બસ ઊંડી ખીણમાં પાડતા 10ના મોતની આશંકા

થીયોગ-હાટકોટી ધોરીમાર્ગ પાસે છેલ્લા ગામ નજીક એચઆરટીસીની બસ ખીણમાં પડતા 20 ઘાયલ

સિમલા : હિમાચલ પ્રદેશના સિમલાથી 40 કિલોમીટરના અંતરે 'હિમાચલ માર્ગ પરિવહન નિગમ' ની બસ ઊંડી ખીણમાં પડતા10 લોકોના મૃત્યુ થયા હોવાની શંકા સેવાઈ રહી છે, જો કે આ અંગે કોઈ અધિકારીક સ્પષ્ટતા હજુસુધી થઇ શકી નથી. આ અકસ્સમાતમાં 20 લોકો ઘવાયા છે.

  આ અકસ્માત થીયોગ-હાટકોટી ધોરીમાર્ગ પાસેના છેલ્લા ગામ પાસે થયો હતો.એચઆરટીસીની બસ ખીણમાં પડી ગઈ હતી. ઈજાગ્રસ્ત પૈકી એકની હાલત ગંભીર છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બસ સિમલાથી ટિક્કાર જઈ રહી હતી.

 પોલીસ અને મેડિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે

(1:22 pm IST)