Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

નાગપુર હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત:ત્રણ ગંભીર

કારના ફુરચા ઉડી ગયા :ટ્રક રસ્તામાં પલ્ટી ખાઈ ગયો

મુંબઈના યવતમાલ જિલ્લામાં એક ગમખ્વાર અકસ્માત થયો છે નાગપુર હાઈવે પર થયેલા અકસ્માતમાં 10 લોકોના નીપજ્યા છે. આ અકસ્માતમાં 3 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. નાગપુર હાઇવે પર સર્જાયેલ આ અકસ્માતમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી  ટક્કર એટલી ભીષણ હતી કે કારના ફૂરચા ઉડી ગયા અને ટ્રક રસ્તા પર પલટી ખાઈ ગયો. મહારાષ્ટ્રના યવતમાલના અર્ની વિસ્તારમાં આ અકસ્માત આજે સવારે થયો છે.સ્થળ પર પોલીસ પહોંચી ગઈ છે અને ઘાયલોને હોસ્પિટલ મોકલવામાં આવી રહ્યા છે.

(11:41 am IST)
  • બોધગયા બ્‍લાસ્‍ટઃ ઇન્‍ડીયન મુજાહીદદીનના પ ત્રાસવાદીઓને આજીવન કેદની સજા ફરમાવાઇ access_time 4:16 pm IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાની આશંકા :હાઇએલર્ટ જાહેર :ગુપ્તચરની સૂચનામાં આત્મઘાતી હુમલાની ભીતિ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ:આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં :શ્રીનગર અને જમ્મુમાં નાકાબંધી વાહનોની તપાસ અને હોટલ ધર્મશાળામાં ચેકીંગ શરુ :શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓમાં સતકર્તા વધારાઈ ;સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 1:06 am IST