Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સરકારને લાગ્યો મોટો ઝટકો;એર ઈન્ડિયા માટે ડેડલાઈન સુધી કોઈ ખરીદદાર મળ્યો જ નહીં

એર ઇન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની યોજના અભેરાઈએ ચડશે

 

નવી દિલ્હી:સરકારને મોટો ઝટકો લાગ્યો છે સરકારી એરલાઈન કંપની એર ઈન્ડિયા માટે ડેડલાઈન સુધી કોઈ ખરીદનાર મળ્યો નથી જેથી એરઇન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની યોજના અભેરાઈએ ચડતી દેખાઈ રહી છે. આજે ગુરુવારની ડેડલાઈન સુધીમાં સરકારને એક બોલી મળી નહીં સરકારની નીતિ મુજબ દેવામાં ડૂબેલી કંપનીઓમાં સરકારની ભાગીદારીને ઓછી કરવા માગે છે.પરંતુ કોઈ બોલી નહીં આવતા સરકારને ઝટકા સમાન છે 

  ભારતમાં ઝડપથી વિસ્તરી રહેલા એવિએશન માર્કેટ છતા સરકારી એરલાઈન કંપનીની ખરીદગીમાં કોઈ કંપનીને રુચિ દેખાડી સાબિત કરે છે કે, સરકારને એર ઈન્ડિયાના દેવાથી નિપટવામાં કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. ખુદ પીએમ મોદીની આર્થિક સુધારણાઓને આગળ વધારવાની છબિ માટે ઝટકો છે. કેન્દ્ર સરકારે માર્ચમાં એર ઈન્ડિયાની 76 ટકા ભાગીદારી વેચવાની ઘોષણા કરી હતી. સરકારનું માનવું હતું કે, આના દ્વારા તે 5.1 બિલિયન ડૉલરનું દેવું ખતમ કરી શકશે. પણ સંભવિત દાવેદારોની પીછેહઠથી હવે સમસ્યા વધુ ગાઢ બની ગઈ છે.

   જોકે, હવે સરકાર એર ઈન્ડિયાની ભાગીદારી વેચવાની શરતોમાં ફેરફાર કરવા અંગે વિચારી રહી છે. ઉડ્ડયન મંત્રાલયના અધિકારી આર.એન. ચૌબેએ કહ્યું કે, આગામી બે સપ્તાહમાં સરકાર એર ઈન્ડિયાના સેલની પ્રક્રિયા પર ફરીવાર વિચાર કરશે. ચૌબેએ કોઈના બોલી લગાવવા અંગે કહ્યું કે, ‘અમારી શરતોથી ખરીદદાર કદાચ સહમત નહોતા.’ જોકે, સરકાર તરફથી 76 ટકા ભાગીદારી આપવાની ઑફર સારી છે. બુધવારે ચૌબેએ કહ્યું કે, સરકાર 31 મેની ડેડલાઈનને આગળ વધારવાના મૂડમાં નથી.

(10:04 am IST)
  • શિવસેનાની માન્યતા રદ કરવા ચૂંટણીપંચ સમક્ષ માંગ :સેન્ટર ફોર અકાઉન્ટબીલીટી એન્ડ સિસ્ટમીક ચેન્જ (સીએએસસી )સંસ્થાના સચિવ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતને આવેદન આપીને શિવસેનાની રાજકીય પાર્ટી તરીકે માન્યતા રદ કરવા માંગ કરાઈ :આવેદનમાં શિવસેનાના મુખપત્ર સામના ના સંપાદકીયનો ઉલ્લેખ છે જેમાં ચૂંટણી પંચ અને લોકતંત્રને સતાધારી પક્ષની રખૈલ ગણાવાઈ છે access_time 1:02 am IST

  • જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાની આશંકા :હાઇએલર્ટ જાહેર :ગુપ્તચરની સૂચનામાં આત્મઘાતી હુમલાની ભીતિ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ:આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં :શ્રીનગર અને જમ્મુમાં નાકાબંધી વાહનોની તપાસ અને હોટલ ધર્મશાળામાં ચેકીંગ શરુ :શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓમાં સતકર્તા વધારાઈ ;સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 1:06 am IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST