Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સ્વદેશી સીમકાર્ડ બાદ હવે કાર બજારમાં જંપ લાવશે પતંજલિ!

દરેક ક્ષેત્રના નિર્માતા અમને સમજૂતી માટે સંપર્ક કરી રહયા છે :તિજારાવાલા

દેશની સ્વદેશી કંપની પતંજલિ નવી નવી પ્રોડક્ટ બજારમાં મૂકી રહી છે સ્વદેશી સીમકાર્ડ બાદ હવે પતંજલી કારના નિર્માણમાં પણ હાથ અજમાવે તેવા સંકેત મળી રહ્યાં છે યોગગુરુ રામદેવના પ્રવક્તા એસકે તિજારાવાલાએ એક ટ્વિટ દ્વારા સંકેત આપ્યા છે કે આવનારા દિવસોમાં પતંજલિની કાર પણ બજારમાં આવી શકે છે

   તિજારાવાલાએ ટ્વિટમાં લખ્યું, ‘પતંજલિ પ્રત્ય અતૂટ ભરોસો અને પૂજ્ય સ્વામી રામદેવ, આચાર્ય બાલકૃષ્ણજીના માર્ગદર્શન તથા નેતૃત્વમાં આસ્થાના પરિણામે કોર્પોરેટ જગતના દરેક ક્ષેત્ર જેવા કે ઈલેક્ટ્રિક કાર, સ્ટીલ, મોબાઈલ ચીપ વગેરે નિર્માતા અમને સમજૂતી માટે સંપર્ક કરી રહ્યા છે. અમે સ્વદેશી માટે પ્રતિબદ્ધ છીએ.’

  તિજારાવાલાએ પોતાના ટ્વિટમાં એક ન્યૂઝપેપરના પેજનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો છે. જેમાં કહેવાયું છે કે પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું કે તેમની કંપનીએ હાલમાં વિશે નિર્ણય નથી લીધો. બાલકૃષ્ણએ કંપનીઓના નામ જાહેર કરવામાં હાલ કોઈ રસ દાખવ્યો નથી.

   અત્રે ઉલ્લેખયનીય છે કે  હાલમાં પતંજલિએ ટેલિકોમ સેક્ટરમાં ધમાકેદાર એન્ટ્રી મારી છે. કંપનીએ ભારત સંચાર નિગમ લિમિટેડ સાથે એક સ્વદેશી સિમ કાર્ડ લોન્ચ કર્યું છે. એક કાર્યક્રમમાં યોગગુરુ રામદેવે સ્વદેશી સિમ કાર્ડને લોન્ચ કર્યું. જેનું નામ સ્વદેશી સમૃદ્ધિ સિમ કાર્ડ રાખવામાં આવ્યું છે.

  સિમ કાર્ડ હાલમાં પતંજલિના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે. પરંતુ બાદમાં તેને બધા લોકો માટે ઉપલબ્ધ કરાવાશે. પતંજલિનું સિમ કાર્ડ ખૂબ ઓછી કિંમતોમાં ટેલિકોમ સેક્ટર સાથે ઉતરવાનું હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં પ્લાન મુજબ પતંજલિ સિમ યુઝર્સને 144 રૂપિયાના રિચાર્જમાં 2જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળી રહી છે. આટલું નહીં પતંજલિના પ્રોડક્ટ્સ પર યુઝર્સને 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

   સાથે પતંજલિનું સિમ કાર્ડ ઉપયોગ કરનારાને અઢી લાખ રૂપિયા સુધી મેડિકલ ઈન્સ્યોરન્સ અને 5 લાખ રૂપિયા સુધી લાઈફ ઈન્સ્યોરન્સ પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં રામદેવે સ્પષ્ટ કર્યું કે ઈન્સ્યોરન્સ માત્ર માર્ગ અકસ્માત થવા પર કવર કરવામાં આવશે

(12:00 am IST)
  • જમ્મુ-કાશ્મીરમાં ફિદાયીન હુમલાની આશંકા :હાઇએલર્ટ જાહેર :ગુપ્તચરની સૂચનામાં આત્મઘાતી હુમલાની ભીતિ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ:આતંકીઓ કાશ્મીરમાં ઘૂસવાની ફિરાકમાં :શ્રીનગર અને જમ્મુમાં નાકાબંધી વાહનોની તપાસ અને હોટલ ધર્મશાળામાં ચેકીંગ શરુ :શહેરમાં પ્રવેશતા તમામ રસ્તાઓમાં સતકર્તા વધારાઈ ;સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો access_time 1:06 am IST

  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST

  • વાયરલ વીડિયોમાં ગોવિંદા સ્ટાઈલથી ડાન્સ કરતા આ વિદિશાના સંજીવ શ્રીવાસ્તવ ભોપાલની એક એન્જીનીયરીંગ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર કહે છે કે તેઓએ ડાન્સની કોઈ ટ્રેનિંગ લીધી નથી :અને 80ના દાયકામાં મધ્યપ્રદેશના બેસ્ટ ડાન્સરનો એવોર્ડ મેળવ્યો હતો access_time 1:07 am IST