Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

પ્રિયંકા ચોપરા અંગત જીવનના કારણે ફરી વાર ચર્ચામાં: અમેરકાના સિંગર નિક જોનાસને ડેટ કરે છે

ન્યૂયોર્કઃ ફિલ્મ અભિનેત્રી પ્રિયંકા ચોપરા ફરી અેક વખત તેના અંગત જીવનના કારણે ચર્ચાના ચકડોળે ચડી છે. આ વખતે તે અમેરિકાના સિંગર નિક જોનાસને ડેટ કરી રહી છે. પ્રિયંકા વર્ષ 2017માં આ 25 વર્ષના સિંગને મળી હતી.

હાલમાં બન્ને એન્જેલસમાં ડૉજર્સ સ્ટેડિયમમાં ફૂટબોલ મેચમાં સાથે જોવા મળ્યા આ બન્ને જણા ફ્રેન્ડ્સ સાથે બોટિંગ માણી રહ્યા હતા ત્યારે પણ સાથે જોવા મળ્યા હતા. પ્રિયંકા અને આ સિંગરને અલગ-અલગ સમયે સાથે જોવા મળ્યા બાદ પ્રિયંકાના ડેટિંગની ચર્ચાઓ વધી ગઈ છે. તેના ફેન્સ પર આ બાબતે વધારે વિગતો જાણવા માટે આતુર થઈ રહ્યા છે.

જોકે, પ્રિયંકા કે સિંગર નિક બન્ને ફ્રેન્ડ છે કે ફ્રેન્ડથી વધીને બીજું કંઈક એ રિલેશનશિપ અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પ્રિયંકા અને નિકનો ફુટબોલ સ્ટેડિયમનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને જણા એકબીજા સાથે ખુશ દેખાઈ રહ્યા છે.

આ અગાઉ પાછલા વર્ષે બન્ને એક કાર્યક્રમમાં એક સાથે દેખાયા હતા. 35 વર્ષની પ્રિયંકા ચોપરા અને 25 વર્ષનો સિંગર નિક બન્નેની મુલાકાત વિદેશમાં થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પ્રિયંકા છેલ્લા કેટલાક સમયથી હોલિવૂડની ફિલ્મોમાં કામ કરી રહી છે, હાલમાં જ તેણે ફિલ્મ ક્વોન્ટિકો 3’નું શૂટિંગ પૂર્ણ કર્યું.

નિક અને પ્રિયંકાનો માત્ર વીડિયો જ નહીં તસવીરો પણ વાઈરલ થઈ રહી છે. મેચ પછી પ્રિયંકા અને નિક એક બોટ પાર્ટીમાં ફ્રેન્ડ્સ સાથે દેખાયા હતા. જેમાં પ્રિયંકા નિકની ઘણી નજીક દેખાઈ હતી અને તેમના વચ્ચેનું અંતર ઘણું ઓછું હતું.

હાલમાં પ્રિયંકા ચોપરા પ્રિન્સ હેરી અને મેગન માર્કલના લગ્નનો ભાગ બન્યા. પ્રિયંકાએ ઈન્સ્ટાગ્રામ પર નવવિહાતિ કપલની તસવીર શેર કરી હતી અને એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો.

(12:00 am IST)