Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બિહારના બક્સર જિલ્લામાં ચમત્કારીક મંદિરઃ મૂર્તિઓ પણ અેકબીજા સાથે વાતો કરે છેઃ વૈજ્ઞાનિકોઅે પણ આ વાતને સ્વીકારી

નવી દિલ્હીઃ વૈજ્ઞાનિકો ધર્મ કે આસ્થામાં બહુ માનતા હોતા નથી. ત્યારે બિહારના બક્સર જિલ્લામાં આવેલા અેક મંદિરની વાતથી વૈજ્ઞાનિકો પણ આ મંદિરમાં મૂર્તિઓ અેકબીજા સાથે વાતો કરે છે તે વાતનો સ્‍વીકાર કર્યો છે.

બિહારના બક્સરમાં આવેલ રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરીના આ મંદિર સાથે ઘણી બધી માન્યતાઓ અને રહસ્યો જોડાયેલ છે. આ મંદિરને દેશના તંત્ર અન અઘોર માર્ગના પ્રમુખ મંદિરોમાંથી એક મનાય છે. અહીંની સૌથી રસપ્રદ વાત એ છે કે મંદિરની અંદર રહેલા તમામ દેવી-દેવતાઓ એકબીજા સાથે વાત કરે છે.

આ સાંભળીને તમને પણ કદાચ પહેલીવારમાં વિશ્વાસ નહીં થાય પરંતુ સ્થાનિકોની વાત પર અહીં રીસર્ચ કરવા આવેલ વૈજ્ઞાનિકોની ટીમે પણ માની છે. ત્રિપુર સુંદરીનું આ મંદિર લગભગ 400 વર્ષ જૂનું છે. અહીં અવાર-નવાર અનેક એવી ઘટનાઓ થતી રહે છે જે વ્યક્તિ અને વિજ્ઞાનની સમજની બહાર હોય છે.

તંત્ર વિદ્યા માટે આ મંદિર ખૂબ પ્રસિદ્ધ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં દરેક સાધકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય છે. અનેક લોકોએ અહીં ચમત્કાર જોયા છે. મોડી રાત સુધી અહીં તંત્ર માર્ગના સાધકો પોતાની સાધનામાં લીન રહે છે. મંદીરમાં પ્રધાન દેવી રાજ રાજેશ્વરી ત્રિપુર સુંદરી ઉપરાંત બગલામુખી, તારા દેવીની સ્વરુપોની સાથે દત્તાત્રેય ભૈરવ, બટુક ભૈરવ, અન્નપૂર્ણા ભૈરવ, કાળ ભૈરવ અને માતંગી ભૈરવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.

ઉપરાંત મંદિરમાં દેવીની 10 મહાવિદ્યાઓ કાલી, ત્રિપુર ભૈરવી, ધુમાવતી, તારા, છિન્ન મસ્તા, ષોડસી, માતંગડી, કમલા, ઉગ્ર તારા અને ભુવનેશ્વરીની પ્રતિમાઓ પણ છે. એક જ જગ્યાએ તમામ મહાવિદ્યાઓના હોવાના કારણે જ દેશભરના તાંત્રિકોની આ મંદિર પ્રત્યે અતૂટ આસ્થા છે. આ મંદિરની સ્થાપના એક તાંત્રિક ભવાની મિશ્રે કરી હતી અને તેમના વંશજ આજ સુધી આ મંદિરના પુજારીના રૂપમાં જવાબદારી નિભાવે છે.

માન્યતા મુજબ દરરોજ રાતના સમયે મંદિરની અંદર બિરાજમાન મૂર્તિઓના બોલવાનો અવાજ સંભળાતો હોય છે. આજુબાજુના લોકોનું પણ કહેવું છે કે નિશબ્દ શાંતિમાં મંદિરમાં કોઈ ન હોવા છતા અંદરથી એકબીજા સાથે બોલવાનો અવાજ સંભળાતો હોય છે. આ અંગે પ્રથમ ગામવાસીઓનો વહેમ સમજીને અહીં રિસર્ચ કરવા આવેલ વૈજ્ઞાનિકોએ પણ આ માન્યતાને માનવી પડી.

વૈજ્ઞાનિકોની રિસર્ચ મુજબ મંદિરની બનાવટ જ કંઈક એવી રીતે કરવામાં આવી છે જેના કારણે સૂક્ષ્મ શબ્દ અહીં ભ્રમણ કરે છે. કેટલાક વૈજ્ઞાનિકોનું માનવું છે કે દિવસ દરમિયાન લોકો જે વાત કરે છે તે શબ્દો રાતના સંભળાય છે જોકે આ થીયરી પણ હજુ સાબિત કરી શકાઈ નથી. ત્યારે વૈજ્ઞાનિકોએ પણ માન્યું કે કોઈ ન સમજાય તેવા કારણથી આ જગ્યાએ અવાજો સંભળાય છે.

(12:00 am IST)