Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીઅે ડિરેક્ટર બન્યા બાદ પ્રથમ વખત સૌથી મોટી ડીલ કરીઃ કંપનીને ૧૭૦૦ કરોડ રૂપિયા મળ્યા

મુંબઇઃ રિલાયન્સ પરિવારના અનિલ અંબાણીના પુત્ર અનોલ અંબાણીઅે પિતાના પગલે ઉદ્યોગ ક્ષેત્રમાં ઝંપલાવ્યુ છે અને રિલાયન્‍સ કેપિટલના ડિરેક્ટર બન્યા બાદ સૌથી મોટી ડીલ કરી છે. જેમાં કંપનીને ૧૭૦૦ કરોડ રૂપિયા મળ્યા છે.

અનિલ અંબાણીની માલિકીની રિલાયન્સ કેપિટલ હોલ્ડિંગ કંપની છે, જે વિવિધ એન્ટરપ્રાઈઝમાં સ્ટેક ધરાવે છે. જુનિયર અંબાણીએ હાલમાં જ બ્રિટિશ ગેમડેવલપિંગ કંપની કોડમાસ્ટર્સમાં રિલાયન્સ ગ્રુપનો 60 ટકા હિસ્સો વેંચ્યો છે, જેમાંથી કંપનીને 1700 કરોડ રુપિયા મળ્યા છે.

2009માં રિલાયન્સ કેપિટલે કોડમાસ્ટર્સમાં 90 ટકા હિસ્સો ખરીદ્યો હતો. F1 સિરીઝની વીડિયો ગેમ્સ બનાવવા માટે જાણીતી કોડમાસ્ટર્સનો 90 ટકા હિસ્સો રિલાયન્સે માત્ર 100 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો, અને દસ જ વર્ષમાં કંપનીને તેના પર 25 ગણું વળતર મળ્યું છે. રિલાયન્સ પોતાનો સ્ટેક યુકે અને યુરોપના 30 ઈન્વેસ્ટર્સેને વેચશે. કોડમાસ્ટર્સ લંડન સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ પણ થવાની છે.

રિલાયન્સનો આ કંપનીમાં હજુય 30 ટકા હિસ્સો છે, જેની વેલ્યૂ 850 કરોડ રુપિયા જેટલી થાય છે. ગ્રુપના પ્રવક્તાએ આ વાતને સમર્થન આપ્યું હતું, પરંતુ વધુ વિગતો આપવાનો ઈનકાર કરી દીધો હતો. કોડમાસ્ટર્સના સીઈઓ ફ્રેંક સેગ્નિઅર તેમાં 10 ટકા સ્ટેક ધરાવે છે. આ કંપની 1986માં સ્થપાઈ હતી. આજે તે ઈંગ્લેન્ડમાં ત્રણ અને મલેશિયામાં એક ઓફિસ ધરાવે છે.

કોડમાસ્ટર્સમાં 500 કર્મચારીઓ કામ કરે છે. 2016થી કંપનીની આવક ડબલ થઈ ગઈ છે. 2016માં કોડમાસ્ટર્સે 31 મિલિયન પાઉન્ડની કમાણી કરી હતી, અને 2018ના નાણાંકીય વર્ષમાં તેની કમાણી 64 મિલિયન પાઉન્ડ પર પહોંચી હતી. કોડમાસ્ટર્સ ઉપરાંત, રિલાયન્સ ગ્રુપનો હોલિવુડ મૂવી સ્ટૂડિયો ડ્રીમવર્ક્સમાં પણ સ્ટેક છે.

26 વર્ષના અનમોલ અંબાણી વોરવિક બિઝનેસ સ્કૂલમાં ભણેલા છે. 2014માં તે રિલાયન્સ ગ્રુપના મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસમાં જોડાયા હતા. તેના પહેલા તેમણે ગ્રુપમાં જ બે મહિનાની સમર ઈન્ટર્નશિપ કરી હતી. બે વર્ષ પછી તેઓ રિલાયન્સ કેપિટલના બોર્ડમાં સામેલ થયા હતા.

એક તરફ અનિલ અંબાણી પર જંગી દેવું છે, ત્યારે તેમની નેક્સ્ટ જનરેશન દ્વારા અપાયેલું પર્ફોમન્સ નોંધનીય કહેવાઈ રહ્યું છે. રિલાયન્સ મીડિયા તેમજ એન્ટરટેઈન્મેન્ટમાં રોકાણ ધરાવે છે, અને કંપનીની બેલેન્સશીટ મજબૂત કરવામાં તેનો મહત્વનો રોલ છે. 2016માં જ્યારે અનમોલને રિલાયન્સ કેપિટલની વાર્ષિક સામાન્ય મિટિંગમાં અનિલ અંબાણીએ ઈન્ટ્રોડ્યૂસ કર્યા ત્યારે કહ્યું હતું કે, અનમોલ રિલાયન્સ કેપિટલ માટે લકી સાબિત થયો છે.

(12:00 am IST)
  • અમેરિકાની ચેતવણી છતાં રશિયા પાસેથી હથિયારો ખરીદશે ભારત ;રક્ષા મંત્રલાય રશિયા પાસેથી 40,000 કરોડમાં મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400ની પાંચ યુનિટ ખરીદવાનો પ્રસ્તાવ સુરક્ષા મામલાની કેબિનેટ કમિટી સમક્ષ મુકશે access_time 1:18 am IST

  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST