Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

IPL -2021 : દિલધડક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યુ : અંતિમ બોલ પર 219 રનનો લક્ષ્‍યાંક હાંસલ કર્યો

મુંબઈ તરફથી કિરોન પોલાર્ડે સૌથી વધુ 87 રન ફટકાર્યા : અંબાતી રાયડૂએ 20 બોલમાં ફિફટી કરી : ડુ પ્લેસિસે 28 બોલમાં 50 રન કર્યા

નવી દિલ્હી : આઈપીએલ 2021ની 27મો મુકાબલો શનિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈંડિયંસ વચ્ચે રમાય હતી . આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાય રહીહતી . મુંબઇએ 20 મી ઓવરના અંતિમ બોલ પર 6 વિકેટ ગુમાવીને 219 રનનો મોટો લક્ષ્‍યાંક હાંસલ કર્યો હતો

મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 4 વિકેટથી હરાવ્યુ. મુંબઇએ 20 મી ઓવરની અંતિમ બોલ પર 219 રનનો લક્ષ્‍યાંક હાંસલ કરી લીધો હતો . મુંબઈ તરફથી કિરોન પોલાર્ડે સૌથી વધુ 87 રન બનાવ્યા હતા

 આ પહેલા ચેન્નાઇએ પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટના નુકસાન પર 218 રન બનાવ્યા હતા ચેન્નઈ સુપર કિંગ્સની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. ઈનિંગની શરૂઆત કરવા માટે ફાફ ડુ પ્લેસિસ અને ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ આવ્યા છે. ટ્રેન્ટ બોલ્ટ મુંબઇ તરફથી પહેલી ઓવરની શરૂઆત કરી રહ્યો છે.

ટોસ હારીને બેટીંગ કરવાની શરુઆત કરવા દરમ્યાન ઓપનર ઋતુરાજ ગાયકવાડની વિકેટ 4 રનના સ્કોર પર જ ગુમાવી હતી. ત્યારબાદ ફાફ ડુ પ્લેસીસ અને મોઈન અલીએ શતકીય ભાગીદારી રમત રમી હતી. ડુ પ્લેસિસે 28 બોલમાં 50 રન કર્યા હતા.

જ્યારે મોઈન અલીએ 36 બોલમાં 58 રન બનાવ્યા હતા. સુરેશ રૈના 2 રન કરીને વિકેટ ગુમાવી હતી. અંબાતી રાયડૂએ 20 બોલમાં ફિફટી કરી હતી. તેણે 72 રન 27 બોલમાં કર્યા હતા. આ દરમ્યાન 7 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. રવિન્દ્ર જાડેજાએ 22 બોલમાં 22 રન કર્યા હતા.

ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવર કીરને 42 રન આપ્યા હતા. તેણે એક વિકેટ ઝડપી હતી. કિરોન પોલાર્ડે 2 ઓવર કરીને 12 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જસપ્રિત બુમરાહે 4 ઓવરમાં 56 રન લુટાવ્યા હતા, તેણે એક વિકેટ ઝડપી હતી. રાહુલ ચાહરે 4 ઓવરમાં 32 રન આપ્યા હતા. ધવલ કુલકર્ણીએ 4 ઓવર કરીને 48 રન આપ્યા હતા.

(11:59 pm IST)