Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

NASA તારાઓની વચ્ચે ખાસ યાન મોકલશે : રિપોર્ટ

યાનને પહોંચતા ૧૫ વર્ષનો સમય લાગશે : નાસા મંગળ અને ચંદ્રના અભિયાન પર ભાર આપી રહ્યું છે, નાસા અંતરિક્ષ અભિયાન પર સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે

નવી દિલ્હી,તા. : નાસા મંગળ અને ચંદ્રના અભિયાન પર વધુ ભાર આપી રહ્યું છે. સાથે સાથે નાસા અંતરિક્ષ અભિયાન પર પણ સંપૂર્ણ ધ્યાન આપી રહ્યું છે. નાસા અને તેના સહયોગી ઈંટરસ્ટેલર પ્રોબ અભિયાન પર કામ કરવાની યોજના બનાવી રહ્યું છે. યાન ઈંટરસ્ટેલર અવકાશમાં પંદર વર્ષ પહેલા પહોંચી જશે. અભિયાનની તુલના નાસાના વોયજર અભિયાન સાથે કરવામાં આવી રહી છે. ર્ફઅખ્તીિ- અભિયાન ૧૯૭૭માં પ્રક્ષેપિત કરવામાં આવ્યું હતું, જેણે ૩૫ વર્ષ સુધી સફર કરી.

વખતે સફર જલ્દીથી પૂર્ણ કરવામાં આવશે. જ્યારે દાયકાથી જૂનું ર્ફઅખ્તીિ- અને ર્ફઅખ્તીિ-૨એ વર્ષ ૨૦૧૨ અને ૨૦૧૮માં ઈંટરસ્ટેલર અવકાશમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે વૈજ્ઞાનિકોએ ઊજવણી કરી હતી. કારણ કે વોયજરે પૃથ્વી અને સૂર્યની અંતર કરતા ૧૨૦ ગણી દૂર સફર કરી હતી.

બંને વોયજર અભિયાન હેલિયોસ્ફિયરની સીમા સુધી પહોંચી ગયા હતા. હેલિયોસ્ફિયર અવકાશીય એક બુલબુલા છે, જ્યાં સૂર્યના સૌરપવનોની અસર પહોંચે છે. કાલ્પનિક બુલબુલાની સીમાઓની શોધ વોયજર અભિયાને કરી હતી, પરંતુ તે અંગે કોઈ જાણકારી મળી શકી નહોંતી. હેલિયોસ્ફિયરના ફોટોઝ પણ લેવામાં આવશે, જે દ્રશ્યો પૃથ્વી પરથી નથી જોઈ શકાતા, તે દ્રશ્ય જોવા મળશે. ઈટરસ્ટેલર પ્રોબ હેલિયોસ્ફિયરથી આગળ જઈને ઈન્ટરસ્ટેલર અવકાશના ઊંડાણ સુધી જશે અને એક હજાર ખગોળીય ઈકાઈ (પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર) સુધી જશે. વૈજ્ઞાનિકોને આશા છે કે હેલિયોસ્ફિયર અંગે પણ જાણકારી મેળવી શકાશે.

 મેરીલેન્ડની જોન હોપગકિન્સ એપ્લાઈડ ફિઝિક્સ લેબમાં ઈન્ટરસ્ટેલર પ્રોબ હેલિયાફિઝિક્સ લીડ એલીના પ્રોવોર્નિકોવા જણાવે છે કે, ઈન્ટરસ્ટેલર પ્રોબ અજાણ્યા સ્થાયનીય ઈન્ટરસ્ટેલર અવકાશમાં પહોંચશે, જ્યાં માણસ પણ પહોંચી શક્યો નથી. બહારથી સૌરમંડળ કેવુ દેખાય છે, તેના ફોટોઝ જોવા મળશે. પ્રોવોર્નિકોવા અને તેમના સાથી યૂરોપીય જિયોસાઈંસેસ યૂનિયનની મહાસભામાં અભિયાનના હેલિયોફિઝિક્સ સાયન્સના અવસરો પર ચર્ચા કરવામાં આવશે.

એપીએલમાં ૫૦૦ લોકોની ટીમ છે, જેમાં વૈજ્ઞાનિક એન્જિનિયર સહિત દુનિયાભરના જાણકારો ભાગ લેશે. જાણકારો કયા પ્રકારનું ઈન્ટરસ્ટેલર પ્રોબ અભિયાન નિયોજીત કરવું જોઈએ, તે વાત પર સ્ટડી કરી રહ્યા છે. અભિયાન હેઠળ સૂર્યના પ્લાઝાની ઈન્ટરસ્ટેલર ગેસથી અનુક્રિયા, હેલિયોસ્ફિયરની બહાર શું છે, હેલિયોસ્ફિયરનો દેખાવ કેવો છે, તેવા સવાલોના જવાબ મળી શકે છે.

પ્રોવોર્નિકોવા અને તેમના સાથી યૂરોપીય જિયોસાઈંસેસ યૂનિયનની મહાસભામાં અભિયાનના હેલિયોફિઝિક્સ સાયન્સના અવસરો પર ચર્ચા કરવામાં આવશે.

(7:33 pm IST)