Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

સરકાર ગરીબોનું પલાયન રોકી છ હજારની સહાય કરે

વકરતી કોરોનાની પરિસ્થિતિમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીની સલાહ : પીએમ ઈચ્છે તો ક્રેડિટ લઈ શકે છે અને તેનો કોંગ્રેસને વાંધો નથી પણ સરકાર કોરોના સામે કોઈ તો કાર્યવાહી કરે

નવી દિલ્હી, તા. : દેશમાં વકરી રહેલી કોરોનાની પરિસ્થિતિ વચ્ચે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ કહ્યુ છે કે, હવે કેન્દ્ર સરકારે જાગવાનો સમય આવી ગયો છે.સરકારને મારો આગ્રહ છે કે, સૌથી પહેલા ગરીબો અંગે વિચારે અને તેમનુ પલાયન રોકે,ગરીબોને ૬૦૦૦ રુપિયાની સહાય કરવામાં આવે.હાલમાં એકતા સૌથી મોટો મંત્ર છે.

સોનિયા ગાંધીએ કહ્યુ હતુ કે, સરકારે હમણાં લોકોને બચાવવા પર ધ્યાન આપવાની જરુર છે. સમય રાજકારણનનો નથી પણ બધાએ ભેગા મળીને કામ કરવાનો છે.પીએમ ઈચ્છે તો ક્રેડિટ લઈ શકે છે અને તેનો કોંગ્રેસને વાંધો નથી પણ સરકાર કોરોના સામે કોઈ તો કાર્યવાહી કરે.

તેમણે કહ્યુ હતુ કે, કોરોનાના કપરા સમયમાં દેશની જનતાના સારા સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે પ્રાર્થના કરુ છું.જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમના તરફ મારી સંવેદના વ્યક્ત કરુ છું. સમય તમામ દેશવાસીઓ માટે સંકટનો સમય છે.આપણે એક બીજાનો હાથ પકડીને ચાલવાનુ છે.

હાલનો સમય માનવતાને હચમચાવી દે તેવો છે.ક્યાંક ઓક્સિજનની તો ક્યાંક હોસ્પિટલ બેડની અછત છે. સંજોગોમાં લોકોએ ઘરમાં અને ઘરની બહાર સાવધાની રાખવાની છે.તમામ રાજ્યોને વેક્સીન માટે લાઈસન્સ આપવામાં આવે અને ઓછામાં ઓછા સમયમાં રાજ્યોને વેક્સીન મળે તે જરુરી છે.

(7:31 pm IST)