Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કેન્દ્રએ રાજ્યોને SDRFના પ્રથમ હપ્તા પેટે પૈસા ચૂકવ્યા

કોરોના કાળમાં રાજ્ય સરકારો માટે રાહતના સમાચાર : એસડીઆરએફના કેન્દ્રિય ભાગનો પહેલો હપ્તો ૮૮૭૩.૬ કરોડ રૂપિયા રાજ્યોને આપી દેવામાં આવ્યો

નવી દિલ્હી, તા. : ભારત સરકારના નાણા મંત્રાલયે શનિવારે કહ્યું કે વર્ષ ૨૦૨૧-૨૨ માટે રાજ્ય આપદા પ્રબંઘન પ્રતિક્રિયા ફંડ (એસડીઆરએફ)ના કેન્દ્રિય ભાગનો પહેલો હપ્તો ૮૮૭૩. કરોડ રુપિયા રાજ્યોને આપી દેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે જે રકમ આપવામાં આવી છે તેનો ૫૦ ટકા એટલે કે ૪૪૩૬. કરોડ રુપિયાનો ઉપયોગ રાજ્યો દ્વારા કોરોના વાયરસના પ્રબંધન માટે કરી શકાશે.

મંત્રાલયે એવું પણ કહ્યું કે ગૃહ મંત્રાલયની ભલામણ પર ૮૮૭૩. કરોડ રુપિયાની રકમ રાજ્યોને આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે એસડીઆરએફનો પહેલો હપ્તો નાણા મંત્રાલયની ભલામણોને આધારે જૂન મહિનામાં આપવામાં આવે છે

નાણા મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે એસડીઆરએફ માટેના પૈસા તેની જે પ્રક્રિયા છે તેમાં બાંધછોડ કરીને આપવામાં આવ્યા છે. ગયા નાણાકિય વર્ષમાં રાજ્યોને આપવામાં આવેલી રકમના ઉપયાગના પ્રમાણ પત્રોની રાહ જોયા વગર રકમ આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છએ કે એસડીઆરએફ અંતર્ગત રાજ્યનો જે રકમ મળે છે, તેન ઉપયોગ રાજ્ય સરકાર દ્વરા કોરોના સાથે જોડાયેલ વિવિધ કામો અને તેના પ્રબંધન માટે કરી શકાશે.જેની અંદર હોસ્પિટલો, વેન્ટિલેટર્સ, એર પ્યૂરિફાયરમાં ઓક્સિજન ઉત્પાદન અને ભંડારણ સંયંત્રોનો ખર્ચ પુરો કરવો, એમ્બ્યૂલન્સ સેવાઓને મજબૂત કરવા, કોરોના હોસ્પિટલ, કોવિડ કેર સેન્ટર સામેલ છે.

(8:32 pm IST)