Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

દિલ્હીની બત્રા હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે ગેસ્ટ્રોઍન્ટરોલોજી વિભાગના ઍચઓડી સહિત ૮ના મોત

નવી દિલ્હી: અહીંની બત્રા હોસ્પિટલમાં ઑક્સિજનની કમીના કારણે કોરોના સંક્રમિત 8 દર્દીઓ મોતને ભેટ્યાં છે. મૃતકોમાં હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટરોલૉજી વિભાગના HOD પણ સામેલ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બત્રા હોસ્પિટલમાં ઑક્સિજનનો સપ્લાય કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું જ મોડુ થઈ ગયું હતું. હોસ્પિટલ તરફથી આપવામાં આવેલા નિવેદન અનુસાર, અમને સમયસર ઑક્સિજન નહતો મળ્યો. બપોરે 12 વાગ્યે જ અમારી હોસ્પિટલમાં ઑક્સિજન પતી ગયો હતો અને અમને દોઢ વાગ્યે ઓક્સિજન સપ્લાય મળ્યો. જેના કારણે 8 દર્દીઓના મોત થયા છે, જેમાંથી એક અમારા ડોક્ટર પર છે.

જણાવી દઈએ કે, દેશની રાજધાની કોરોનાના ગંભીર સંકટ સામે લડી રહી છે. અનેક હોસ્પિટલોમાં ઑક્સિજનની કમીના પગલે કોરોના દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. ખુદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, ઓક્સિજનની ખૂબ જ સમસ્યા છે.

દિલ્હીને એક દિવસમાં 976 ટન ઑક્સિજનની આવશ્યક્તા છે, જેની સામે અમને માત્ર 490 ટન ઑક્સિજન ફાળવવામાં આવ્યો છે. ગઈકાલે માત્ર 312 ટન ઑક્સિજન આવ્યો છે. જો અમને આજે પુરતો ઑક્સિજન મળી જાય, તો દિલ્હીમાં 24 કલાકમાં 9000 ઑક્સિજન બેડ તૈયાર થઈ જશે.

(5:27 pm IST)