Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

અમેરિકાના પગલે હવે ઓસ્ટ્રેલિયાએ પણ ભારતથી આવતા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી દીધો : જેલ સજા થશે

ભારતમાં કોરોના જવાળામુખી ફાટ્યો છે અને કોરોબ સંક્રમિતોનો આંક રોજે રોજ નવા વિશ્વ વિક્રમો સર્જતાં જાય છે ત્યારે અમેરિકા પછી ઓસ્ટ્રેલિયાએ પણ ભારતથી આવતા મુસાફરો ઉપર પ્રતિબંધ લાદી દીધો છે. ઓસ્ટ્રેલિયન સરકારે કહ્યું છે કે આ હુકમોનું ઉલ્લંઘન કરનારને જેલની સજા અને દંડની સજા ફટકારવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં કોરોનાના કેસો વિશ્વમાં સૌથી ઓછા, દરરોજના માત્ર આઠથી દસ જેટલા નોંધાય છે. (ન્યુઝફર્સ્ટ)

(3:53 pm IST)