Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

હવે સીરમ ઇન્સ્ટીટયૂટ અન્ય દેશોમાં પણ વેકસીન બનાવશે

અદાર પુનાવાલા કરશે મહત્વની જાહેરાત : આજથી વેકસીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ

નવી દિલ્હી તા. ૧ : આજથી વેકસીનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત ભારતમાં થઈ છે. આ સમયે સીરમ ઈન્સ્ટીટ્યૂટે ભારતની બહાર અન્ય દેશમાં વેકસીનના પ્રોડકશનને લઇને વિચાર કર્યો છે.

કોરોના વાયરસની વિરોધમાં લડાઈને ઝડપી બનાવવાની સાથે આજથી ભારતમાં વેકસીનેશનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે. જેમાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષના લોકોનેવેકસીનઆપવામાં આવશે. અનેક રાજયોમાં વેકસીનની અછતના કારણે વેકસીનેશન થઈ રહ્યું નથી. આ સમયે ન્યૂઝ આવી રહ્યા છે કે કોવિશિલ્ડ વેકસીનની નિર્માતા કંપનીસીરમઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ ભારતની બહાર અન્ય દેશોમાં પણ વેકસીનના પ્રોડકશનને લઈને વિચાર કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે વેકસીનની પ્રોડકશનની ક્ષમતાને વધારવા માટે તેની પર વિચાર કરાઈ રહ્યો છે.

સીરમઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું છે કે કંપની અન્ય દેશોમાં એસ્ટ્રાજેનેકાનીવેકસીનબનાવવાની યોજના પર કામ કરી રહી છે. શુક્રવારે એક ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું કે આવનારા દિવસોમાં એક જાહેરાત થઈ શકે છે. કંપની ભારતમાં એસ્ટ્રાજેનેકા વેકસીનને કોવિશિલ્ડના નામે બનાવે છે.

સીરમઈન્સ્ટીટ્યૂટના અદાર પૂનાવાલાએ કહ્યું છે કેસીરમઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા જુલાઈ સુધીમાં માસિક આઉટપુટ ૧૦૦ મિલિયન ડોઝ સુધી કરશે. પહેલા આ ટાઈમલાઈન મે મહિનાના અંત સુધીની હતી. ભારતના અનેક રાજયોએ પણ વેકસીનની ખામી જણાવી છે અને તેના કારણે આજથી અનેક રાજયોમાં વેકસીનેશનનું ત્રીજું ચરણ શરૂ થઈ શકયું નથી.

અદાર પૂનાવાલાએ કહ્યું કે આવનારા ૬ મહિનામાં સીરમનુંપ્રોડકશન૨.૫ બિલિયનથી ૩ બિલિયન કરાશે જે વાર્ષિક હશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આજે ભારતમાં એક દિવસમાં ૪ લાખથી વધારે કેસ મળ્યા છે.

(3:51 pm IST)