Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચ્યુઅલ પ્રધાન મંડળની બેઠક

દરેક પ્રધાનો પોત પોતાના વિસ્તારના લોકો સાથે સંપર્કમાં રહે, બનતી મદદ કરે : હાલ સદીનું સૌથી મોટુ સંકટ

નવી દિલ્હી,તા. ૧: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તમામ પ્રધાનોને પોતાના વિસ્તારના લોકો સાથે સંપર્કમાં રહેવા અને તેમને મદદ કરવાની સૂચના આપી છે. તેમણે કહ્યુ કે સ્થાનિક સ્તરે મુદ્દાઓની ઓળખ કરીને તેને હબ કરવામાં આવે. કોરોના સંકટને સદીનું સૌથી મોટુ સંકટ ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યુ કે આ સમગ્ર વિશ્વ માટે પડકાર છે.

કોરોના સંક્રમણ કેસોમાં રેકોર્ડ વૃધ્ધિ અને ઓકિસજનની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. વીડીયો કોન્ફરસીંગ દ્વારા થયેલ આ બેઠકમાં કોરોનાની બીજી લહેરથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતી પર ચર્ચા થઇ. બેઠકમાં કેન્દ્ર, રાજ્ય સરકાર અને દેશવાસીઓના સામુહિક પ્રયાસોના આધાર પર કોરોના મહામારી સામે મુકબલા માટે ભારત સરકારની ટીમ ઇન્ડીયાના દ્રષ્ટિકોણ પર પણ પ્રકાશ ફેંકવામાં આવ્યો.

પ્રધાનમંડળની બેઠકમાં કેન્દ્ર સરકાર તરફથી રાજ્યો સાથે તાલમેલ હોસ્પિટલના બેડ, પીએસઓ, ઓકિસજન સુવિધા અને ઓકિસજનનું ઉત્પાદન, સ્ટોરેજ અને પરિવહનના મુદ્દાઓ હલ કરવા અને આવશ્યક સેવાઓની ઉપલબ્ધતા વધારવા માટેના થઇ રહેલા ઉપાયો અંગે જણાવ્યું. આ સાથે મે અને જૂનમાં વધારાનું ખાદ્યાન્ન, જન ધન ખાતા ધારકોને નાણાકીય મદદના રૂપમાં નબળા વર્ગની મદદના ઉપાયો પર પણ ચર્ચા થઇ.

મંત્રી પરિષદે વિશ્વાસ વ્યકત કર્યો છે કે, દેશ આ વાયરસને હરાવશે અને ફરીથી આગળ વધશે. માસ્ક પહેરવા, છ ફૂટનું અંતર અને વારંવાર હાથ ધોવા પર ભાર મુકવા પરિષદને જણાવવામાં આવ્યુ કે દેશમાં ૧૫ કરોડથી વધારે લોકોનું રસીકરણ થઇ ચુકયુ છે. બેઠકમાં નીતિ આયોગના અજય વીકે પોલે કોરોના મેનેજમેન્ટની માહિતી આપી હતી. ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો પીયુષ ગોયલ અને મનસુખ માંડવીયાએ મંત્રી મંડળના સહયોગીઓને ઓકિસજન અને દવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી આપી હતી.

(3:50 pm IST)