Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાના સંકટ બાદ બાઇડન સરકારનો મહત્વનો નિર્ણય

૪મેથી ભારતથી આવતી ફલાઇટ પર પ્રતિબંધ લગાવશે અમેરિકા

વોશિંગ્ટન તા. ૧ : દેશમાં કોરોનાના વધતા સંકટને જોઇને અમેરિકા આવતા સપ્તાહથી ભારતથી આવતી ફલાઇટ્સ રોકવાનો નિર્ણય કર્યો છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે, અમેરિકા ૪ મેથી ભારતની યાત્રા પર પ્રતિબંધ લગાવશે. વ્હાઇટ હાઉસના જેન સાકીએ એક નિવેદનમાં કહ્યું કે, સેન્ટર્સ ફોર ડિસીસ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની સલાહ બાદ અમેરિકી પ્રશાસને ભારતની યાત્રાને પ્રતિબંધીત કરશે.

બીજીતરફ અમેરિકામાં દરરોજ હજારો અમેરિકનો વેકિસનેટ થઈ રહ્યા છે અને સંક્રમણ અને મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જયારે ભારતમાં કોરોનાના કેસોમાં મોટો ઉછાળો વિક્રમી રીતે જોવા મળ્યો છે.

ભારતમાં B.1.617 પ્રકારનો અત્યંત ઘાતક અને ચેપી કોવિડ વેરિઅન્ટ ફેલાઈ રહ્યો હોવાનું જણાવાયું છે. આ વેરિએન્ટ બે મ્યુટેશન્સ ધરાવે છે. આ વેરિએન્ટ અમેરિકા સહિત અન્ય દેશોમાં પણ જોવા મળ્યો છે. અમેરિકા અને ભારત વચ્ચેની નોનસ્ટોપ ફલાઈટ્સ રદ થશે અમેરિકા અને ભારત વચ્ચેની કેટલીક નોનસ્ટોપ ફલાઈટ્સ હવે રદ થશે.

બાઈડેન શાસનના નિર્ણય પછી બે દેશો વચ્ચે કાર્યરત મોટી યુએસ કેરિયર યુનાઈટેડ એરલાઈન્સ દ્વારા નોનસ્ટોપ સર્વિસ આપવામાં આવે છે. જેમાં તેની ભારતમાંથી દરરોજ ચાર ફલાઈટ્સ રવાના થતી હોય છે. એ જ રીતે એર ઈન્ડિયાની પણ ચાર ફલાઈટ્સ હવે શરૂ થવાની હતી, જેને પણ અસર થશે.

દેશમાં ગઇકાલે ૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૬,૪૫૨ નવા કેસ આવ્યા બાદથી સંક્રમિતોની કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૮૭,૬૨,૯૭૬ થઇ છે. જ્યારે એકિટવ કેસની સંખ્યા ૩૧ લાખને પાર થઇ છે.

(2:46 pm IST)