Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગ ફાટી નીકળતા ૧૬ દર્દી અને ૨ સ્ટાફ નર્સ સહિત ૧૮ ના કરૂણ મૃત્યુ : કર્ણાટકમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપને સણસણતો તમાચો, ૧૦માંથી ૭ પર કોંગ્રેસનો વિજય વાવટો, ભાજપનો માત્ર ૧ માં વિજય : દેશમાં કોરોના બેફામ બન્યો, પ્રથમ વખત ચાર લાખ ઉપર કેસો નોંધાયા, ૩૫૨૩ ના મોત : અમેરિકા પછી ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવનારા મુસાફરોના પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવ્યો, નિયમોનું ઉલ્લંઘન કરશે તો પાંચ વર્ષની જેલ સજા : ગોવાએ ટેન્શન વધાર્યું, દરેક બીજી વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવે છે : દિલ્હીમાં દર ચાર મિનિટે કોરોનાથી એકનું મોત થઈ રહ્યું છે : દેશ માટે રાહતના સમાચાર, આવતા અઠવાડિયામાં ત્રણથી પાંચ મે વચ્ચે કોરોના પીક ઉપર આવી જશે, પછી કોરોના ઘટવા લાગશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અચાનક સવારે ગુરુદ્વારા શ્રી શિશગંજ સાહેબ પહોંચ્યા અને માથું ટેકવ્યું

(1:05 pm IST)