Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

નીરવ મોદીએ પ્રત્યાર્પણ હુકમો સામે અપીલ કરવા હાઇકોર્ટની મંજૂરી માગી

ભારતમાં અરબો-ખરબો  રૂપિયાનું કૌભાંડ આચરી ઇંગ્લેન્ડ ભાગી ગયેલ ભારતના ભાગેડુ ગુન્હેગાર નીરવ મોદીને ભારતને સોંપી આપવાના ઇંગ્લેન્ડ સરકારના હુકમોને પડકારવા માટે મંજૂરી માંગતી અરજી નીરવ મોદીએ ઇંગ્લેન્ડની હાઈકોર્ટમાં કરી છે. ઇંગ્લેન્ડની નીચેની કોર્ટ અને યુકેના ગૃહ સચિવ દ્વારા નીરવ મોદીને પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતને સોંપી આપવાના હુકમોને પડકારવા માટે નીરવ મોદીએ આ મંજૂરી માગી છે. આમ નીરવ મોદીને ભારત લાવવામાં  હજુ વધુ સમય લાગે તેવા એંધાણ મળે છે.
 

(11:51 am IST)