Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોરોનાની બીજી લહેર રાજસ્થાન-યુપીમાં ર૦ર૦ કરતાં પાંચ ગણી વધુ જીવલેણઃ દિલ્હીમાં ચિંતા

કોરોના ફુંફાડા મારે છે ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ ''અદ્રશ્ય'' લોકોમાં રોષ

નવી દિલ્હી તા. ૧: કેન્દ્ર સરકારે શુક્રવારે કહ્યું કે, કોરોનાની બીજી લહેર રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષની સરખામણીમાં પાંચ ગણી વધારે છે. આ ઉપરાંત છત્તીસગઢમાં આ આંકડો સાડા ચાર ગણો અને દિલ્હીમાં ૩.૩ ગણો વધારે છે. સાથે સાથે સરકારે એ પણ કહ્યું છે કે કર્ણાટક, કેરળ, બંગાળ, તમિલનાડુ, ગોવા, ઓરિસ્સામાં કોરોના ચરમ પર છે એટલું જ નહિં ત્યાં કોરોના કેસમાં પણ વધવાનો ગ્રાફ ઉપર તરફ છે.

કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેન્દ્ર સરકારે ગઇકાલે કહ્યું કે સંક્રમણ દરમાં વધારો થવાના કારણે આરોગ્ય માળખા પણ ઘણું દબાણ ઉભું થયું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે લોકોને કોરોના પ્રોટોકોલનું કડક પાલન કરવાનો આગ્રહ કર્યો. સરકારે કહ્યું કે અમને એવી પણ પ્રતિક્રિયા જોવા મળે છે  કે કોરોના એક કૌભાંડ છે, મારે માસ્કની જરૂર નથી. એટલે નિયમોનું પાલન કરો કેમકે આપણે થાકી શકીએ છીએ પણ વાયરસ નહીં થાકે.

કોરોનાના વધી રહેલા કેસોના કારણે મોટા ભાગના લોકોને આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી થઇ રહી. લોકોને ઓકસીજન, બેડ, વેન્ટીલેટરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે કોરોનાના વધતા સંક્રમણ અને વેન્ટીલેટર પર પહોંચી ચૂકેલ આરોગ્ય વ્યવસ્થાથી નારાજ લોકોનો ગુસ્સો પોતાના વિસ્તારના જન પ્રતિનિધિઓ અને નેતાઓ પર ફાટયો લોકોએ સોશ્યલ મીડીયા પર પ્રતિક્રિયા આપતા લખ્યું કે એમપી અને એમએલએ ગુમ થઇ ગયા છે. શુક્રવારે આખો દિવસ એમથી, એમએલએ મીસીંગ ટ્રેન્ડ કરતો રહ્યો છે.

(11:48 am IST)