Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ઓસ્ટ્રેલિયાએ ભારતથી આવનારા મુસાફરોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધઃ નિયમોનું ઉલ્લંઘન કરશે તો ૫ વર્ષની જેલ

નવી દિલ્હી, તા.૧: ભારતમાં કોરોના સંક્રમણના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આ જોતા ઓસ્ટ્રેલિયાએ ભારત આવતા મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે. નિયમોનું ઉલ્લંદ્યન કરનારાઓને જેલ મોકલવામાં આવશે. તેમજ દંડ પણ વસૂલવામાં આવશે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી.અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોરોના દર્દીઓ અને કોવિડના મૃત્યુમાં સતત વધારાને પગલે ભારત પરત ફરવા માંગતા ભારતીય પ્રવાસીઓ અને ઓસ્ટ્રેલિયન નાગરિકો કે જેઓ ભારત પાછા ફરવા માંગે છે, તેમને સ્ટ્રેલિયા પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો છે.

તેમણે કહ્યું કે આ શુક્રવારે લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોનો જ એક ભાગ છે. અમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયન સરકારે શુક્રવારે ભારત તરફથી આવતી તમામ ફ્લાઇટ્સને ૧૫ મે ૨૦૨૧ સુધી મુલતવી રાખી હતી. ઓસ્ટ્રેલિયા દ્વારા લાદવામાં આવેલા આ નવીનતમ પ્રતિબંધ બાદ દ્યણા નાગરિકો અને મોટા ક્રિકેટરો ભારતમાં ફસાયા છે.

ઓસ્ટ્રેલિયાના આરોગ્ય પ્રધાન ગ્રેગ હન્ટે કહ્યું કે નવા પ્રતિબંધો ૩ મેથી અમલમાં આવશે. તેમણે કહ્યું કે આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કરનારાઓને પાંચ વર્ષની જેલ અને ભારે દંડ થશે.

ભારતમાં કોરોના ઇન્ફેકશનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ૪ મેથી ભારત તરફથી થતી હિલચાલને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. યુએસ સરકારે આ નિર્ણય રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રની ભલામણ પર લીધો છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, જેન સાકીએ જણાવ્યું હતું કે ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થયો છે અને દ્યણા બધા પ્રકારો મળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નેધરલેન્ડ, કેનેડા, બ્રિટન, સાઉદી અરેબિયા, ન્યુઝીલેન્ડ, કુવૈત, ઓમાન, જર્મની, હોંગકોંગ, સિંગાપોર અને ઈરાન જેવા ડઝન દેશોએ ભારતની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ સિવાય ઇઝરાઇલ સહિતના ઘણા દેશોએ તેમના મુસાફરોને ભારત યાત્રા ન કરવાની સલાહ આપી છે.

(10:47 am IST)