Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

ચૂંટણી પુરી... પ.બંગાળમાં હવે મીની લોકડાઉનઃ શોપિંગ મોલ-સિનેમા હોલ-બાર-રેસ્ટોરન્ટ બંધ

કોલકતા,તા. ૧ :દેશમાં ઘાતક કોરોના વાયરસનાં વધી રહેલા કેસને જોતા પશ્ચિમ બંગાળ સરકારે ગઇ કાલે કોરોના નિયંત્રણો વધુ કડક બનાવી દીધા છે, બંગાળ સરકારે શોપિંગ કોમ્પ્લેકસ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ, રેસ્ટોરન્ટ અને બાર, જીમ અને સ્પોર્ટસ્ કોમ્પ્લેકસ બંધ કરવાનો નિર્ણય લીધો છે, ત્યાં જ બજારો અને હાટોને સવારે ૭-૧૦ અને સાંજે ૩-૫ વાગ્યા સુધી ખોલવાની મંજુરી આપી દીધી છે.

રાજયની દવાની દુકાનો, તબીબી ઉપકરણોની દુકાનો અને કરિયાણાની દુકાનોને બંગાળ સરકારે કોવિડ-૧૯ સંબંધી નિયંત્રણોથી બહાર રાખવાનો નિર્ણય કર્યો છે, તે ઉપરાંત ઘરમાં જ ચીજો પહોંચાડવાની મંજુરી આપવામાં આવી છે.

(10:43 am IST)