Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

એપ્રિલ ભારે રહ્યો : નોંધાયા ૬૬ લાખ કેસ

કોરોનાનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા

નવી દિલ્હી,તા. ૧ : આ એપ્રિલ મહિનામાં ૬૬ લાખથી પણ વધારે કેસ સામે આવ્યા છે. જેને ગત વર્ષ મહામારીની શરુઆત બાદ સંક્રમણના મામલાને લઈને સૌથી ખરાબ મહિનો સાબિત થયો છે.  એપ્રિલમાં નોંધાયેવા નવા મામલા ગત ૬ મહિનામાં સામે આવેલા મામલામાં સૌથી વધારે રહ્યા જે સંક્રમણની બીજી લહેરની ગંભીરતા દર્શાવે છે.

ભારતમાં કોરોનાના એક દિવસના કેસ ૪ લાખ ૧ હજાર ૯૧૧ મામલા સામે આવ્યા છે. જેની સાથે જ સંક્રમિત લોકોના અત્યાર સુધીના આંકડા વધીને ૧.૯૧દ્ગચ પાર  પહોંચી ગયા છે. જયારે માર્ચના અંત સુધીમાં મામલાની સંખ્યા  ૧૨૧૪૯૩૩૫ હતી. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ કે એપ્રિલ બાદથી સંક્રમણના મામલા સ્પીડમાં વધ્યા છે.

૫ એપ્રિલથી રોજ એક લાખથી વધારે મામલા સામે આવવા લાગ્યા જયારે ૧૫ એપ્રિલથી આની સંખ્યા પ્રતિદિન ૨ લાખને પાર થઈ ગઈ અને ૨૨ એપ્રિલથી રોજના ૩  લાખથી વધારે મામલા નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ અગ્રવાલે કહ્યુ કે ગત ચાર અઠવાડિયામાં દિલ્હી, ઉત્ત્।ર પ્રદેશ, છત્ત્।ીસગઢ, ગુજરાત, ઝારખંડ, પંજાબ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પરિસ્થિતિ વધારે ચિંતાજનક છે.

૧૦ દિવસમાં કેસ ૪ લાખને પાર પહોંચ્યા છે. દેશભમાં સંક્રમણની સ્પીડીની વાત કરીએ તો ગત ૧૦ દિવસમાં કોરોનાના દર્દીના આંકડા રોજના ૩ લાખથી ૪ લાખને પાર થયા છે. આ પહેલા ૨૧ એપ્રિલથી રોજના ૩ લાખથી વધારે મામલા સામે આવ્યા છે. ૨૧ એપ્રિલે જયાં ૩.૧૫ લાખ દર્દી મળ્યા હતા. ત્યારે ૨૨ ના રોજ ૩.૩૨ લાખ, ૨૩ના રોજ ૩.૪૫ લાખ, ૨૪ના રોજ ૩.૪૮ લાખ, ૨૫ ના રોજ ૩.૫૪ લાખ, ૨૬ના રોજ ૩.૧૯ લાખ. ૨૭ના રોજ ૩.૬૨ લાખ, ૨૮ના રોજ ૩.૭૯ લાખ,  ૨૯ ના રોજ ૩.૮૬ લાખ અને ૩૦ એપ્રિલે ૪.૦૧ લાખ નવા દર્દી મળ્યા છે.

(10:41 am IST)