Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની અરજી ફગાવી :મીડિયાને મૌખિક ટિપ્પણી ઉપર કવરેજ કરતા રોકી શકાય નહીં

પંચે રાજનેતિક પાર્ટીઓની રેલી કરવાની પરવાનગી કેમ આપી?: તમારી બેદરકારીના કારણે આજે દેશમાં આ સ્થિતિ છે : કોર્ટ

મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી આયોગની અરજી પર સુનવણી કરવાથી ઈનકાર કરી દીધો છે આ અરજીમાં પંચે માંગ કરી હતી કે દેશમાં વધતા કોરોનાના મામલાની પાછળ પંચને ગુનેગાર ગણાવનારા કોર્ટની મૌખિક ટિપ્પણીઓને મીડિયાએ પ્રકાશિત કરતા રોકવામાં આવે. સોમવારે ચૂંટણીને લઈને પંચ પર મદ્રાસ હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી

 અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે મદ્રાસ હાઈકોર્ટે વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજનીતિક પાર્ટીઓ તરફથી કરવામાં આવી રેલીઓ પર પ્રતિબંધ ન લગાવવા પર ચૂંટણી પંચને ફટકારી હતી અને કહ્યુ હતુ કે ચૂંટણી પંચના અધિકારીઓ પર હત્યાનો કેસ બનવો જોઈએ. મદ્રાસ હાઈકોર્ટમાં તમિલનાડુના પરિવહન મંત્રી અને એઆઈડીએમકેના નેતા એમઆર વિજયભાસ્કર તરફથી દાખલ પર સુનવણી થઈ રહી હતી.

 

વિજયભાસ્કરે પોતાની વિધાનસભા કરુરમાં મતગણનાના દિવસે કોરોનાના યોગ્ય પ્રોટોકોલનું પાલન કરવાની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે કરુર સીટથી કુલ 77 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. સોમવારે હાઈકોર્ટે ચૂંટણી પંચને ગેર જવાબદાર ઠરાવતા કહ્યુ કે તમારી બેદરકારીના કારણે આજે દેશમાં આ સ્થિતિ છે. કોરોનાની બીજી લહેરની વચ્ચે રાજનેતિક પાર્ટીઓની રેલી કરવાની પરવાનગી કેમ આપી.

 

શુક્રવારે ચૂંટણી પંચે હાઈકોર્ટના કહ્યુ કે આ મૌખિક ટિપ્પણીના કારણે લોકોના મનમાં પૂર્વગ્રહ બની રહ્યો છે અને હવે તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી રહી છે. પંચ તરફથી હાજર સિનિયર વકીલ રાકેશ દ્વિવેદીની અરજીને ફગાવી દેતા આયોગે કહ્યુ કે કોઈ પણ ભદ્દી ફરિયાદ કરવામાં આવે છે તો પંચ હાઈકોર્ટમાં આવી શકે છે

આ અરજીમાં ચૂંટણી પંચ તરફથી કોર્ટની મૌખિક ટિપ્પણી પર રિપોર્ટિગ કરવાથી બચવા અને પોતાની રિપોર્ટ લેખિત આદેશો સુધી મર્યાદિત રાખવાની માંગ કરાઈ હતી. ત્યારે એક દિવસ પહેલા ગુરુવારે મદ્રાસ હાઈકોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યુ કે હોસ્પિટલમાં ઓક્સિજન, બેડ, વેન્ટિલેટરની અછતના સમાચાર આવી રહ્યા છે. તમે 10-15 મહિના શુ કરી રહ્યા હતા. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સંજીવ બેનર્જી અને જજ એસકે રામામૂર્તિની પહેલી બેંચે સોમવારે કેન્દ્ર સકારને ફટકાર લગાવી રહી છે.

(10:33 am IST)