Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

હવે ઓસ્ટ્રેલિયાએ કડક નિર્ણય લીધો : 14 દિવસ ભારતમાં રહ્યા હોય તેને ' પ્રવેશબંધી' : નિયમ તોડનારને દંડ અને જેલની સજા

3 મેં થી પ્રવેશબંધી લાગુ : સરકાર 15 મેએ પ્રતિબંધ પર પુનર્વિચાર કરાશે

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાએ પણ કડક નિર્ણય લીધો છે. આ નિર્ણય અનુસાર છેલ્લા 14 દિવસથી ભારતમાં હોય તેવા ઓસ્ટ્રેલિયન નાગરિકો હાલ તેમના દેશ પરત ફરી શકશે નહીં.

ઓસ્ટ્રેલિયાએ છેલ્લા 14 દિવસ દરમિયાન ભારતમાં રહ્યા હોય તેવા તેના નાગરિકો પર દેશમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં જો કોઈ દેશમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે તો તેને દંડ અને જેલની સજા પણ થઈ શકે છે. આ નિયમ 15 મે સુધી લાગૂ કરવામાં આવ્યો છે.

સ્વાસ્થ્ય મંત્રી ગ્રેગ હંટે આ માહિતી આપતા કહ્યું હતું કે, આ પ્રતિબંધો 3 મેથી લાગુ થશે. તેમણે જણાવ્યું હતું કે જે લોકો પ્રતિબંધના નિયમોનો ભંગ કરશે તેમને દંડ ભરવો પડશે અને 5 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે તેઓ ભારત અને ભારતીય-ઓસ્ટ્રેલિયન સમુદાયની સાથે છે.

તેમણે વધુમાં માહિતી આપી હતી કે સરકાર 15 મેના રોજ આ પ્રતિબંધ પર પુનર્વિચાર કરશે. મંગળવારે ઓસ્ટ્રેલિયાએ ભારત તરફથી આવતી ડાયરેક્ટ ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ ત્યારબાદ કેટલાક ઓસ્ટ્રેલિયાઈ નાગરિક દોહા મારફતે દેશમાં પરત ફર્યા હતા. પરંતુ હવે નાગરિકો આ રીતે પણ ઓસ્ટ્રેલિયામાં પરત ફરત ફરી શકશે નહીં.

(9:56 am IST)