Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

કોવિડ સામે લડવા માટે લશ્કરને વિશાળ આર્થિક સત્તાઓ આપવામાં આવી : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંઘની જાહેરાત : સેનાને તાત્કાલિક નાણાંક્રીય સતા કેન્દ્ર સરકારે આપી : ગઈ કાલે વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદી અને સેના પ્રમુખ એમ.એમ.નરવણેની મુલાકાત બાદ લેવાયો નિર્ણય

નવી દિલ્હી : ભારતના સશસ્ત્ર દળોને  કોવિડ -19 સામેની લડાઇમાં તેમના પ્રયત્નોને વધારવા માટે ઇમરજન્સી આર્થિક સત્તાઓ આપવામાં આવી છે, જેથી કોવિડ સામેની લડતમાં તેમને સુવિધાઓ, સાધનો અને સંસાધનો મેળવવામાં અને જરૂરી તાકીદનાં કાર્યો કરવામાં સહાય મળશે. આ સાથે હવે  લશ્કરને હોસ્પિટલોની સ્થાપના અને સંચાલન માં સુવિધા રહેશે, અને સામાન્ય મંજૂરી વગર કોવિડ-વિશિષ્ટ ઉપકરણોની ખરીદી કરી શકશે.

આ જાહેરાત કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે ટિ્‌વટ કર્યું છે: "સશસ્ત્ર દળોને સશક્ત બનાવવા અને COVID 19 પરિસ્થિતિ સામે દેશવ્યાપી લડતમાં તેમના પ્રયત્નોને ઝડપી બનાવવા માટે, આ  વિશેષ જોગવાઈઓ માંગી હતી અને સશસ્ત્ર દળોને તાત્કાલિક અસરથી નાણાંકીય મંજૂરીઓ આપી દીધી છે.

 સંરક્ષણ મંત્રાલયના એક નિવેદનમાં આજે કહેવામાં આવ્યું છે કે, આ હેઠળ ... કોર્પ્સ કમાન્ડરો / એરિયા કમાન્ડરોને 50 લાખ સુધીની સત્તા સોંપવામાં આવી છે અને ડિવિઝનલ કમાન્ડર્સ / સબ એરીયા કમાન્ડરો અને સમકક્ષોને  20 લાખ સુધીની સત્તા સોંપવામાં આવી છે.

આમ સેનાને તાત્કાલિક નાણાંક્રીય સતા કેન્દ્ર સરકારે આપી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહએ ટ્વિટ કરી જાણકારી આપી હતી. ગઈ કાલે વડાપ્રઘાન નરેન્દ્રભાઈ મોદી અને સેના પ્રમુખ એમ.એમ.નરવણેની મુલાકાત બાદ લેવાયો મોટો છે આ નિર્ણય.

(12:00 am IST)