Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પૂર્ણ થતા લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ

બજારો અને હોટલો સવારના 7-10 તથા સાંજના 3-5 વાગ્યા સુધી ખોલી શકાશે: શોપિંગ કોમ્પલેક્સ, મોલ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ પર પાબંધી

કોલકતા : પશ્ચિમ બંગાળ સરકારે એક જાહેરનામું બહાર પાડીને શોપિંગ કોમ્પલેક્સ, મોલ, બ્યુટી પાર્લર, સિનેમા હોલ, રેસ્ટોરેન્ટ, બાર અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. સરકારે બજારો અને હોટલોને સવારના 7-10 તથા સાંજના 3-5 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપી છે.

બંગાળ સરકારે તમામ મેડિકલ સ્ટોર, ચિકિત્સા ઉપકરણોની દુકાનો તથા કરિયાણાની દુકાનોને છૂટ આપી છે. રાજ્ય સરકારે આગામી આદેશ સુધી તમામ સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મનોરંજન સંબંધી કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની પણ જાહેરાત કરી છે.

(12:00 am IST)