Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ઓનલાઇન મ્યુઝિક વિડિઓ ક્ષેત્રે એરટેલની એન્ટ્રી : મ્યુઝિક સર્વિસ Wynk Tube લોન્ચ

નવા એપને કારણે 20 કરોડ ગ્રાહકો નેટવર્ક સાથે જોડાવાની આશા

 

નવી દિલ્હી :દુરસંચાર કંપની ભારતી એરટેલે ઓનલાઇન મ્યુઝિક વીડિયોના ક્ષેત્રમાં એન્ટ્રી મારવાની તૈયારી છે. કંપનીએ મ્યુઝિક સર્વિસ Wynk Tube ને લોન્ચ કરી લીધી છે. એપથી ટીયર 2, ટીયર 3 અને ગામડાના વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવ્યો છે. એપનો એન્ટ્રી લેવલ સ્માર્ટફોનમાં પણ વાપરી શકાય છે.

 

ભારતીય એરટેલના મુખ્ય કાર્યકારી અધિકારી સમીર બત્રાએ કહ્યું કે, બીજી અને ત્રીજી શ્રેણીના લોકો તથા ગ્રામીણ એરિયામાં પણ એક મોટી આબાદી એવી છે જે સંગીત સાંભળવા માંગે છે. સાથે વીડિયો પણ જોવા માંગે છે. જેમાં એરટેલ અને ગેર એરટેલ એમ બંને રીતના યુઝર્સનો સમાવેશ થાય છે.
બત્રાએ કહ્યું," વિંક ટ્યુબના ઉપભોક્તાઓની પાસે ઓપ્શન હશે કે, જે સોન્ગ તે જોવા માંગે છે તે જોઇ શકશે જો તે ફક્ત ગીત સાંભળવા માંગે છે તો પણ તેનો ઓપ્શન હશે. "

તેમણે વધુમાં કહ્યું, ક્ષેત્રીય ભાષાઓમાં પોતાની પકડ બનાવવા માટે 12 ભાષાઓમાં રાખવામાં આવ્યુ છે. જેમાં કન્નડ, તેલુગુ, તામિલ અને ભોજપુરીનો સમાવેશ થાય છે. વિંકના હાલ 10 કરોડ ગ્રાહક છે. અને ભારતીય એરટેલને આશા છે કે નવા એપને કારણે 20 કરોડ ગ્રાહકો નેટવર્ક સાથે જોડાઇ શકે છે.

(10:51 pm IST)