Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

પાકિસ્તાની અમેરિકન નાગરિક શહીદ બટર કેલિફોર્નિયાના ૧૨મા ડીસ્ટ્રીકટમાંથી કોંગ્રેસમેન તરીકે ચૂંટણી લડવા ઉત્સુકઃ વર્તમાન કોંગ્રેસવુમન તથા હાઉસ સ્પીકર નેન્સી પેલોસી પ્રેસિડન્ટ પદ માટે ઉમેદવારી નોંધાવી જગ્યા ખાલી કરે તેવો અનુરોધ

કેલિફોર્નિયાઃ યુ.એસ.સ્થિત પાકિસ્તાની અમેરિકન નાગરિક શહીદ બટરએ કેલિફોર્નિઆના ૧૨મા ડીસ્ટ્રીકટના વર્તમાન કોંગ્રેસવુમન તથા હાઉસ સ્પીકર નેન્સી પેલોસીની ખાલી પડનારી જગ્યા ઉપર કોંગ્રેસમેન તરીકે ચૂંટણી લડવા પોતે યોગ્ય હોવાનું જણાવ્યું છે.

૨૦૨૦ની સાલમાં અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે તેમણે નેન્સી પેલોસીને પ્રતિનિધિ ગણાવ્યા હતા. જેઓ આ પદ ઉપર ઉમેદવારી નોંધાવે તો તેમના સ્થાને કેલિફોર્નિયાના ૧૨મા ડીસ્ટ્રીકટના ડેમોક્રેટ પ્રતિનિધિ તરીકે પોતે ચૂંટણી લડવા ઉત્સુક હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૭ની સાલમાં આ ડીસ્ટ્રીકટમાં યોજાયેલી ચૂંટણી વખતે પણ શહીદ બટરએ ઉમેદવારી નોંધાવી હતી.  પરંતુ પ્રાઇમરી ચૂંટણીમાં નેન્સી પેલોસી વિજેતા થયા હતા તથા શહીદ બટર ત્રીજા ક્રમે આવ્યા હતા. આગામી પ્રાઇમરી ચૂંટણી ૩ માર્ચ ૨૦૨૦ના રોજ છે.

(9:00 pm IST)