Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

વંદે ભારત ટ્રેનમાં ટેણકી ખીલી ઉઠી:ટ્રેનની ગાથા નરેન્દ્રભાઈ પણ સાંભળતા જ રહયા

વડાપ્રધાન મોદીએ ભોપાલમાં ભોપાલ-દિલ્હી વંદે ભારત ટ્રેનને લોન્ચ કરી:તેમાં બેસીને સફર કરવાની પરંપરા જાળવી

ભોપાલ:પ્રધાનમંત્રી મોદીએ ભોપાલમાં ભોપાલ-દિલ્હી વંદે ભારત ટ્રેનને લોન્ચ કરી છે. અત્યાર સુધી પીએમ મોદીએ એવો શિરસ્તો જાળવી રાખ્યો હતો કે તેઓ જ્યારે પણ વંદે ભારત ટ્રેનને લોન્ચ કરે ત્યારે તેઓ તેમાં બેસીને સફર કરતાં હતા આ વખતે પણ તેમણે આ પરંપરા જાળવી રાખી છે.

વંદે ભારતને લીલીઝંડી દેખાડીને પીએમ મોદી તેમાં બેઠા હતા અને અંદર વિદ્યાર્થીઓ સાથે સફર માણી હતી. ટ્રેનમાં પીએમ મોદીએ સ્કૂલની એક નાનકડી બાળકી સાથે પણ વાર્તાલાપ કરી હતી. બાળકીએ પીએમ મોદીને ટ્રેનની ગાથા કહી સંભળાવી હતી જે પછી પીએમ મોદી ખુશખુશાલ થયા હતા અને બાળકીને માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપી આગળ વધી ગયા હતા.

   
(8:44 pm IST)