Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

સગા-સંબંધી કે મિત્ર વર્તુળમાં એકબીજાને બેવકુફ બનાવવાનો દિવસ 1 એપ્રિલઃ મસ્‍તીમાં મુર્ખ બનવુ કે બનાવવુ એટલે એપ્રિલ ફુલ

એપ્રિલ ફુલનો દિવસ એટલે મોજ મસ્‍તીમાં મુર્ખ બનાવી આનંદ લેવાની પળ

નવી દિલ્‍હીઃ 'એપ્રિલ ફૂલ બનાયા, બાદ મઝા આયા' એપ્રિલ ફૂલ દર વર્ષે 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો અર્થ છે એકબીજાને બેવકૂફ બનાવવા અને મસ્તી કરવી. 1 એપ્રિલ એ આખા વર્ષનો એવો દિવસ છે જ્યારે લોકો એકબીજાને મસ્તી મસ્તીમાં મૂર્ખ બનાવે છે અથવા તેમની સાથે કેટલાક ફની પ્રેન્ક કરે છે.

આજકાલ લોકો જીવનમાં એટલા વ્યસ્ત છે કે તેઓ એકબીજા સાથે એપ્રિલ ફૂલની ઉજવણી કરવાનું સંપૂર્ણપણે ભૂલી ગયા છે. પરંતુ તેમ છતાં મોટાભાગના લોકો બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ, ઓફિસ, ઘર, પરિવાર અને બાળકો સાથે એપ્રિલ ફૂલની ઉજવણી કરવા માટે કંઈક ફની પ્લાન કરે છે. આજે અમે તમને કેટલીક ટીપ્સ જણાવીશું જેના દ્વારા તમે તમારા બાળકો, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડ, પરિવારના સભ્ય અને ફ્રેન્ડ્સ સાથે પ્રૅન્ક કરી શકો છો અથવા તેમને 'એપ્રિલ ફૂલ' બનાવી શકો છો.

કાગણના કીડા બનાવવા 
ટેબલ લેમ્પ સાથે કાગળના બનેલા નકલી કીડા રાખો. જ્યારે પણ તમારો બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ લેમ્પ ચાલુ કરશે તે પડછાયો જોઈ કે કીડા જોઈને ડરી જશે.

બોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડને જૂઠી સ્ટોરી કહો
તમારા બોયફ્રેન્ડને કહો કે તમે સાઈડ બિઝનેસ તરીકે ડે ટ્રેડિંગ શરૂ કર્યું છે અને ખરાબ જુગારને કારણે ઘણા પૈસા ગુમાવ્યા છે. અથવા તેને કહો કે તમને સારી ટીપ મળી છે અને પૈસા જીત્યા છે. જ્યારે તે એક્સાઈટેડ કે તણાવમાં આવી જાય ત્યારે તેને કહો કે આ તો મજાક હતી.

નકલી વંદો
આ સૌથી જૂનો અને સૌથી અસરકારક ફની પ્રેન્ક આઈડીયા છે જેમાં તમે નકલી વંદો, ગરોળી અથવા અન્ય ખતરનાક દેખાતા પરંતુ સમાન દેખાતા જંતુઓને તમારાબોયફ્રેન્ડ અથવા ગર્લફ્રેન્ડ, ભાઈ-બહેનના રૂમ, દિવાલ અથવા કાર્યસ્થળમાં મૂકો અને પછી જુઓ તેમનું રીએકશન.

બાળકો માટે એપ્રિલ ફૂલ ડે પ્રેન્ક 
સવારે ઉઠતા પહેલા ઘરના બધા કેલેન્ડર બદલી નાખો જેથી તેમને લાગે કે આજનો દિવસ અલગ છે, અને તેમને શાળાએ જવું પડશે. 1લી એપ્રિલે શનિવાર આવે છે પણ તેમને વહેલા જગાડો જેથી તેમને લાગે કે તેમને આજે જલ્દી શાળાએ જવાનું છે.

ઓફિસના કો-વર્કર અને કૉલ કરનારાઓ માટે
સવારે વહેલા ઓફિસે જાઓ અને પછી તમારા સહકર્મચારીના માઉસને સ્ટીકરથી ચિપકાવી દો. તે જ્યારે પણ કામ કરતી વખતે માઉસનો ઉપયોગ કરશે ત્યારે માઉસ ચોંટી જશે. એકવાર અજમાવી જુઓ આ ટ્રીક ખૂબ જ મજા આવશે.

(6:00 pm IST)