Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

ભાગલાને માની રહ્યા છે ભૂલ : મોહન ભાગવત

પાકિસ્‍તાનમાં લોકો નાખુશ

નવી દિલ્‍હી તા. ૧ : રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે કહ્યું કે આઝાદીના સાત દાયકાઓથી વધારે સમય પછી પણ પાકિસ્‍તાનના લોકો ખુશ નથી. તેમણે કહ્યું કે, પાકિસ્‍તાનના લોકો હવે સ્‍વીકારે છે કે, ભારતના ભાગલા એક ભૂલ હતી.

મોહન ભાગવત કિશોર ક્રાંતિકારી હેમુ કાલાણીની જયંતિના અવસરે યોજાયેલ એક સમારંભમાં બોલી રહ્યા હતા. જેમાં દેશના વિભીન્‍ન ભાગોમાંથી સિંધી સમાજના લોકો સામેલ થયા હતા. મોહન ભાગવતે કહ્યું કે, અખંડ ભારત સત્‍ય છે, ખંડિત ભારત દુસ્‍વપ્‍ન છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, ભારતથી અલગ થયાના સાત દાયકા પછી પણ પાકિસ્‍તાનમાં દુઃખ છે. જ્‍યારે ભારતમાં સુખ છે.

અમર બલિદાની હેમુ કાલાણીની જયંતી પર આયોજીત સમારંભમાં સિંધી સમાજના લોકોને સંબોધિત કરતા મોહન ભાગવતે કહ્યું ‘આપણે નવું ભારત વસાવવાનું છે. ભારત પંડિત થઇ ગયું. આજે આપણે જેને પાકિસ્‍તાન કહીએ છીએ ત્‍યાં લોકો કહી રહ્યા છે કે ભૂલ થઇ ગઇ. પોતાની ધાર્મિક હઠના કારણે તેઓ ભારતથી અલગ થઇ ગયા, સંસ્‍કૃતિથી અલગ થઇ ગયા, શું તેઓ સુખી છે ?' તેમણે વધુમાં કહ્યું ‘ભારતમાં સુખ છે અને પાકિસ્‍તાનમાં દુઃખ છે. જે સાચું હોય તે ટકે છે, જે ખોટા હોય તે આવે છે અને જાય છે.'

(11:33 am IST)