Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

વ્યાજ દર વધારવાને લઈને સરકારે મોટો નિર્ણય

NSE અને સુકન્યા સહિત યોજના પર વ્યાજ દર વધારાયા

એપ્રિલ-જૂન માટે NSC પર ૭.૭ ટકા વ્યાજ મળશે : કિસાન વિકાસ પત્ર સ્કીમ પર વ્યાજ દર વધારીને ૭.૫ ટકા કરી દેવાયું

નવી દિલ્હી, :વ્યાજ દર વધારવાને લઈને સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વ્યાજ દર વધાર્યા છે. એપ્રિલ-જૂન માટે NSC પર ૭.૭ ટકા વ્યાજ મળશે. સરકારે કિસાન વિકાસ પત્રને લઈને પણ મોટી જાહેરાત કરી છે. હવે આ સ્કીમ પર વ્યાજ દર વધારીને ૭.૫ ટકા કરી દેવામાં આવ્યું છે. સુકન્યા સમૃદ્ધિ યોજનાની વાત કરીએ તો હવે તેના પર ૮.૦ ટકા વ્યાજ મળશે.

એપ્રિલથી જૂન ૨૦૨૩ ક્વાટર માટે આ વ્યાજ વધારો લાગૂ થશે. નાણામંત્રી નિર્ણલા સિતારમણ દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આ અંગે જાહેરાત કરવામાં આવી છે. તેનાથી સીનિયમ સિટીઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સ્કીમ, બધા પ્રકારની પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ સ્કીમ પર વ્યાદ દર વધારવામાં આવ્યા છે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ માટે વ્યાજ દર ૮ ટકાથી વધારીને ૮.૨ ટકા કરવામાં આવ્યો છે. કિસાન વિકાસ પત્રમાં હવે ૭.૨ ટકાની જગ્યાએ ૭.૫ ટકાના દરે વ્યાજ મળશે. સાથે સરકારે ૧,૨,૩ અને ૫ વર્ષ માટે ટાઈમ ડિપોઝીટના વ્યાજ દરોમાં પણ વધારો કર્યો છે.

મંથલી ઈનકમ એકાઉન્ટ સ્કીમ્સ પર વ્યાદ દરોને ૭.૧ ટકાથી વધારીને ૭.૪ ટકા કરી દેવામાં આવ્યા છે. જ્યારે ૫ વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર હવે ૫.૮ ની જગ્યાએ ૬.૨ ટકાના દરે વ્યાજ મળશે.

સરકારે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજ દરોમાં કોઈ વધારો કર્યો નથી. પીપીએફ પર પહેલાની જેમ જ વ્યાજ મળતું રહેશે. પીપીએફ યોજનામાં આ સમયે ૭.૧ ટકા વ્યાજ મળી રહ્યું છે.

(12:34 am IST)